Thursday, Jan 29, 2026

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર જીવલેણ હુમલો, ઇઝરાઇલને યુદ્ધનો જવાબ ના આપી શકતા કરાયો એટેક

2 Min Read

અબ્બાસને ‘સન ઓફ અબુ જંદાલ’એ ઇઝરાઇલ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. સન ઓફ અબુ જંદાલ વેસ્ટ બેન્કની પેલેસ્ટાઇની સુરક્ષા પ્રણાલીની અંદર સંગઠિત છે. મંગળવારે ડેડલાઇન ખતમ થયા પછી અબ્બાસના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. સન ઓફ અબુ જંદાલ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી છે.

હુમલાખોરોએ અબ્બાસના કાફલા પર ગોળીબાર કર્યો હતો. એક ઘર સામે ઉભેલા વાહનની આસપાસ કેટલાક બંદૂકધારી લોકો હાજર હતા. હુમલાખોરો દ્વારા ચલાવવામાં આવેલી ગોળી અબ્બાસના એક બોડીગાર્ડને લાગી હતી. ગોળી લાગતા જ તે જમીન પર પડી ગયો હતો. આ દરમિયાન અન્ય લોકોએ હુમલાખોરો તરફ ગોળીઓ વરસાવી હતી. પાસે રહેલા લોકો જમીન પર પડેલા બોડીગાર્ડની બંદૂક લઇને ભાગે છે અને પછી મોરચો સંભાળવાનો પ્રયાસ કરે છે.

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે લડાઇ એક મહિનાથી ચાલી રહી છે. સાત ઓક્ટોબરે પેલેસ્ટાઇન આતંકી સંગઠન હમાસે ઇઝરાઇલ પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો હતો, જેને કારણે ઇઝરાઇલમાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૦૦થી વધુ લોકોને હમાસના આતંકીઓએ બંધક બનાવ્યા હતા. હુમલાના જવાબમાં ઇઝરાઇલે યુદ્ધની જાહેરાત કરી હતી. ઇઝરાઇલ દ્વારા ગાઝામાં કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધી ૧૦,૩૦૦ લોકો માર્યા જવાના સમાચાર છે.

આ પણ વાંચો :-

Share This Article