Sunday, Sep 14, 2025

ગુજરાતમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત, ૫૪૬ ડૉક્ટરોએ છોડી દીધી સરકારી નોકરી, જાણો કેમ

2 Min Read

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર્સની અછત હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યની અનેક સરકારી હોસ્પિટલોમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત છે. વિગતો મુજબ પેરામેડિકલ સ્ટાફની ૨ હજાર પોસ્ટ ભરાઈ નથી. આ તરફ ચિંતાજનક વાત તો એ છે કે, રાજ્યમાં ૫૪૬ ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી દીધી છે. આ તરફ વર્ગ ૧ ડૉક્ટરની ૬૩૭ જગ્યાઓ ખાલી તો તબીબી અધિકારી વર્ગ ૨ ની ૬૩૦ જગ્યા ખાલી છે.

રાજ્યમાં સૌથી વધુ ડોક્ટર્સની ઘટ એ દાહોદ જિલ્લામાં છે. આ સાથે CHCમાં સૌથી વધુ ૪૪૮ અને PHCમાં ૨૭૩ જગ્યા ખાલી છે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં ૨૬૫૩ બોન્ડેડ તબીબ મૂક્યા હતા. નોંધનિય છે કે, આ તમામ વિગતો સપ્ટેમ્બર માસમાં યોજાયેલ વિધાનસભા સત્રમાં બહાર આવી હતી. વિગતો મુજબ સરકારી હોસ્પિટલોમાં ૧૩૨૭ ડૉક્ટરની અછત છે તો પેરામેડિકલ સ્ટાફની ૨ હજાર પોસ્ટ ભરાઈ નથી.

રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં ૨૬૫૩ બોન્ડેડ તબીબોને અલગ-અલગ જિલ્લામાં મૂકવામાં આવ્યા હતા. જે બાદમાં માત્ર ૭૯૭ ડોક્ટર્સ જ હાજર થયા તો ૧૮૫૬ ડોક્ટરોમાંથી ૫૪૬ લોકોએ પોતાની ૫ લાખની બોન્ડની રકમ જમા કરાવી નોકરી ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ ૫૪૬ ડોક્ટરોએ 5 લાખની બોન્ડની રકમ પેટે કુલ ૨૭.૩૦ કરોડ જમા કરાવ્યા હતા. આ તરફ હવે ૧૩૧૦ ડોક્ટર્સ એવા છે કે, જેમણે નોકરી પણ નથી સ્વીકારી અને બોન્ડ પણ નથી ભર્યા.

આ પણ વાંચો :-

Share This Article