Sunday, Sep 14, 2025

બોપલમાં લૂંટ બાદ મહિલા સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કર્યો ગેંગરેપ, ૫ નરાધમોએ સકંજામાં

1 Min Read

અમદાવાદ શહેરમાં ગુનાખોરી વધતી જઈ રહી છે, બે દિવસ પહેલા ૪૮ કલાકમાં હત્યાના ૩ બનાવો બન્યા હતા. તો આજે ૩ નવેમ્બરે બોપલ વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટનો બનાવ બન્યો છે. ગુનાખોરીનું પ્રમાણ વધતા હવે અમદાવાદ શહેર બિહાર-ઉત્તરપ્રદેશના શહેરો સાથે ગુનાખોરીમાં સ્પર્ધા કરતુ હોય એવું લાગી રહ્યું છે.

બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં પાંચ નરાધમોએ ૩૦ વર્ષની મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને સાથે એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આરોપીઓએ ફ્લેટની લાઈટો બંધ કરી બંધક બનાવી મહિલા પર સામુહિક દુષ્કર્મ કર્યું હતુંઅને ફરાર થઇ ગયા હતા. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ફરાર થયેલા આ આરોપીઓ બનાસકાંઠાના પાલનપુરમાં એક બસમાંથી ઝડપાઇ ગયા છે. બનાસકાંઠા LCBએ અરોમા સર્કલ પાસેથી એક બસમાંથી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ત્રણ પંજાબના છે, જયારે બે આરોપીઓ ઉત્તરપ્રદેશના છે.

આ પણ વાંચો :-

Share This Article