ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયાની પ્રાઈવેટ આર્મી એટલે કે વેગનર ગ્રૂપ ઈઝરાઇલ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. કેટલાક અહેવાલોમાં દાવો કરાયો છે કે તે હિઝબુલ્લાહ આતંકીઓને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે ઈઝરાઇલના રોકેટ, ફાઈટર જેટ જો હિઝબુલ્લાહને નિશાન બનાવશે તો ડિફેન્સ સિસ્ટમની મિસાઈલો તેના પર જવાબી હુમલો કરશે.
રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રૂપ હાલના સમયે હિઝબુલ્લા આતંકી સંગઠનને તેની SA-૨૨ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમથી લેસ કરવાની તૈયારીમાં છે. હિઝબુલ્લાહ તેનો ઉપયોગ હવાઈ હુમલાને રોકવા માટે કરી શકે છે. જોકે હજુ સુધી મિસાઈલ સિસ્ટમની ડિલીવરી કરાઈ નથી.
હિઝબુલ્લાહ પાસે જો આ મિસાઈલ સિસ્ટમર આવી જશે તો તે ગાઝામાં હાજર હમાસના આતંકીઓને પણ આ સિસ્ટમ આપી દેશે. આટલું જ નહીં જો હિઝબુલ્લાહ આ સિસ્ટમને એક્ટિવ કરશે તો તે ઈઝરાઇલના F-૧૬ અને F-35 ફાઇટર જેટ્સને પણ નિશાન બનાવી શકશે.
આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઈઝરાઇલની બેલેસ્ટિક મિસાઈલ અને હાયપરસોનિક મિસાઈલોને સરળતાથી નિશાન બનાવી શકે છે. રશિયાએ દાવો કર્યો હતો કે SA-૨૨ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ અમેરિકાની પેટ્રિયલ મિસાઈલ સિસ્ટમ જેવી જ છે. તેને પંતશિર નામે પણ ઓળખાય છે. જ્યારે SA-૨૨ Greyhound તેનું નાટો રિપોર્ટિંગ નામ છે. તે એક સેલ્ફ પ્રોપેલ્ડ, મીડિયમ રેન્જની જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઈલ સિસ્ટમ છે.
આ પણ વાંચો :-