Thursday, Nov 6, 2025

BHU યુનિવર્સિટીમાં મોડી રાતે વિદ્યાર્થીની સાથે કપડાં કાઢ્યાં, કિસ કર્યું, આ છેડતીની ઘટનામાં હજારો વિદ્યાર્થીરસ્તા પર ઉતર્યા

3 Min Read

પવિત્ર નગરી વારાણસીમાં આવેલી દેશની અતિ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એક શરમજનક ઘટના બનતાં હોબાળો મચ્યો છે. IITની એક વિદ્યાર્થિની જ્યારે BHU કેમ્પસમાં ગઈ કાલે મોડી રાત્રે ફરવા ગઈ હતી ત્યારે ત્રણ બુલેટ સવાર યુવકોએ બંધૂકની અણીએ તેની છેડતી કરી હતી અને તેના બધા કપડાં કાઢીને તેને કિસ કરી હતી અને ત્યાર બાદ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. ઘટના સમયે વિદ્યાર્થિનીનો એક મિત્ર પણ તેની સાથે ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીનીના મિત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

આઈઆઈટી બીએચયુમાં બીટેકના બીજા વર્ષની પીડિત છોકરી કેમ્પસમાં આવેલી આ જ હોસ્ટેલમાં રહે છે. બુધવારે મોડી રાત્રે વિદ્યાર્થીની કેમ્પસમાં તેના મિત્ર સાથે લટાર મારવા માટે નીકળી ત્યારે કરમનબીર બાબાના મંદિર બાજુ જતાં બુલેટ પર આવેલા ત્રણ યુવાનોએ તેમને રોક્યાં હતા. ત્યાર બાદ તેણે બંદૂકની અણીએ ગોળીબાર કરવાની ધમકી આપી હતી. વિદ્યાર્થીની સાથે રહેલા તેના મિત્રને અલગ કરી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે વિદ્યાર્થીની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે છોકરીને મોઢું દબાવ્યું અને એક બાજુ લઈ જઈને ચૂંબન કર્યું હતું ત્યાર બાદ બધા કપડાં કાઢીને ન્યૂડ વીડિયો પણ બનાવ્યો હતો. આ સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય વિદ્યાર્થીનીનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા.

ઘટનાના સમાચાર જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ક્લાસનો બહિષ્કાર કર્યો હતો અને વિરોધ કરવાનું શરૂ કર્યું. સાવચેતીના પગલારૂપે બીએચયુ પ્રશાસને હોસ્ટેલમાં વાઇ-ફાઇ બંધ કરી દીધું છે. કોઈ પણ અનિચ્છનિય ઘટનાને ટાળવા માટે કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી દેવાઈ હતી. આઈઆઈટી કેમ્પસને ચારે બાજુથી બંધ કરવાની માંગ કરી હતી. અનધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની અને સુરક્ષા વધારવાની માંગ પણ કરવામાં આવી હતી. પોલીસ હાલમાં BHUમાં સ્થાપિત CCTV કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે.

યુવતી ડરના માર્યા હોસ્ટેલ તરફ દોડી ગઈ અને પાછળથી બાઈકનો અવાજ સાંભળીને તે નજીકના પ્રોફેસરના ઘરમાં ઘૂસી ગઈ. પ્રોફેસર તેને સુરક્ષાકર્મીઓ પાસે લઈ ગયા. અહીંથી આ કેસની માહિતી અધિકારીઓ સુધી પહોંચી હતી. પોલીસે આ કેસમાં અજાણ્યા શખ્સો સામે આઈટી એક્ટની કલમ ૩૦૪-બી, ૫૦૪ અને ૬૬-ઇ હેઠળ કેસ નોંધીને આરોપીઓની શોધખોળ શરુ કરી છે.

આ પણ વાંચો :-

Share This Article