Friday, Oct 24, 2025

મોદી સરકારને બીજી વાર મળ્યું સૌથી વધારે GST કલેક્શન, ૧.૭૨ લાખ કરોડ રહ્યું GST કલેક્શન

2 Min Read

૨૦૧૭માં જીએસટી લોન્ચ થયા બીજી વાર સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોને કારણે સરકારની જીએસટીની આવકમાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૩માં ૧.૭૨ લાખ કરોડનું જીએસટી કલેક્શન રહ્યું છે. આ આંકડો ૨૦૧૭માં જીએસટી લોન્ચ થયા બાદ બીજું સૌથી વધારે છે.

નાણાં મંત્રાલયે ઓક્ટોબર ૨૦૨૩ માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે, જે મુજબ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧,૭૨,૦૦૩ કરોડ રૂપિયા છે. તેમાંથી ૩૦,૦૬૨ કરોડ રૂપિયા સીજીએસટી ૩૮,૧૭૧ કરોડ રૂપિયા એસજીએસટી, ૯૧,૩૧૫ કરોડ રૂપિયા આઇજીએસટી અને ૧૨,૪૫૬ કરોડ રૂપિયા સેસ છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરેરાશ જીએસટી કલેક્શન ૧.૬૬ લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે ૧૧ ટકા વધારે છે. આ સાથે જ ગત વર્ષે ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧૩ ટકા વધારે રહ્યું છે. ઘરેલુ વ્યવહારોથી આવકમાં ૧૩ ટકાનો ઉછાળો આવ્યો છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં નવરાત્રી, દશેરા, કરવા ચોથ, દિવાળી સહિતના ઘણા તહેવારો છે એટલે સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. તહેવારોમાં લોકો છૂટથી વસ્તુઓ ખરીદતા હોય છે. ખરીદાયેલી વસ્તુઓ પર જીએસટી લાગે છે. આ રીતે લોકો જેટલી વધારે ખરીદી કરે તેટલી સરકારને જીએસટીની વધારે આવક થાય છે.

આ પણ વાંચો :-

Share This Article