Friday, Oct 24, 2025

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજુર

1 Min Read

શહેરના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી ૯ લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના શરતી  જામીન હાઈકોર્ટે મંજુર કર્યાં છે. અગાઉ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.  ત્યાર બાદ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મંગેશ મંગદેવે જામીન આપ્યા.  અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે આજે જામીન આપ્યા છે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત વખતે આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ લોકોને ધમકાવીને પોતાના પુત્રને સારવાર અર્થે લઈ ગયા હતા. લોકોને ધમકાવવા બદલ પોલીસે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પુત્રના રિમાન્ડ માંગતી વખતે જ પ્રજ્ઞેશ પટેલને પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉપસ્થિત કરાયા હતા.

આ પણ વાંચો :-

Share This Article