શહેરના ઉધના મગદલ્લા રોડ પર અણુ વ્રત દ્વારની નજીક થોડા દિવસ અગાઉ જાહેર રસ્તા પર ૩૦ જેટલા નબીરાઓએ કારમાં જોખમી સ્ટંટ કર્યા હતા. નબીરાઓએ ભરચક ટ્રાફિક વાળા રોડ પર બેફામ ડ્રાઈવિંગ કરીને રીલ્સ બનાવી હતી. તો આ નબીરાઓએ રીલ્સ બનાવવા માટે એક બ્રિજ પર ગાડીઓ ઉભી રાખી દીધી હતા અને ટ્રાફિક જામ પણ કર્યો હતો. એટલે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. નબીરાઓએ ટ્રાફિક જામ કરીને કારના બોનેટની ઉપર ચઢીને વીડિયો બનાવ્યા હતા.
સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું આજના યુવાનોને એવું ભૂત ચડ્યું છે કે રીલ્સ કે વીડિયો બનાવવાના ચક્કરમાંને ચક્કરમાં ગુનાહિત કૃત્યો પણ કરી બેસતા હોય છે. યુવકો એવા એવા સ્ટંટના વીડિયો બનાવતા હોય છે કે તેઓ પોતાના જીવની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી દે છે. ત્યારે સુરતમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં જાહેરમાં તાયફા કરીને રીલ્સ બનાવનાર કુલ ૧૭ નબીરાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાથે-સાથે સ્ટંટ કરવામાં વપરાયેલી ૧૧ કાર પણ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી છે
આ રીલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખટોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વીડિયોના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી, જે બાદ ખટોદરા પોલીસે ગઈકાલે ૬ અને આજે ૧૧ સહિત કુલ ૧૭ નબીરાઓની કરી ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત પોલીસે ૧૧ કાર પણ કબ્જે લીધી છે.
આ પણ વાંચો :-