ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, આજે વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ૪.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ પહેલા સોમવારે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા ૪.૩ની નોંધાઈ હતી. હાલ ભૂકંપને કારણે કોઈ જાનમાલ કે નુકસાનના સમાચાર નથી.
છ દિવસ પહેલા જ નેપાળ-ભારતના સરહદી વિસ્તાર તેમજ બિહારના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ની માપવામાં આવી હતી. જો કે ભૂકંપમાં કોઈ મોટી જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ ન હતા. બિહારના પટનાના ગાર્ડનીબાગ વિસ્તારમાં લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા, લોકોના કહેવા પ્રમાણે ભૂકંપના આંચકા ત્રણથી ચાર સેકેન્ડ સુધી અનુભવાયા હતા. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર નેપાળના કાંઠમંડુથી નજીક નોંધાયું હતું.
આ પણ વાંચો :-