વાંસદ-બગોદરા હાઈવે પર વધ્યા અકસ્માત ને લઈને બોરસદના પૂર્વ ધારાસભ્ય કહ્યું કે જો ન્યાય નહીં થાય તો આંદોલનની ચીમકી

Share this story

વાંસદ-બગોદરા હાઈવે પર અકસ્માતના બનાવો વધતા બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજેન્દ્રસિંહ પરમારે ફેસબુક પર પોસ્ટ કરીને સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરી છે. સાથે જ તેઓએ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લોકોને સાથે રાખીને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘બગોદરા-વાસદ હાઈવે પર બોરસદ શહેર અને દાવોલ ગામ અને તેની આસપાસના ગામડાઓ માટે જવા-આવવા માટે પ્રવેશ દ્વાર આપવામાં આવ્યો નથી. માટે લોકો રોન્ગ સાઈડ આવેલા રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

વાસદ-બગોદરા રોડ કે જે બોરસદને અડીને સિક્સલેન રોડ બનેલો, જ્યારે આ રોડ બનતો હતો ત્યારે અમે માંગણી કરી હતી કે અહીંયા બોરસદને એન્ટ્રી આપવી. જોકે, બોરસદને કોઈ એન્ટ્રી આપવામાં આવી નહોતી. આ મામલે મેં પણ રજૂઆત કરી હતી. ૩૦/૦૫/૨૦૨૨ના રોજ બોરસદ નગરપાલિકાના કોર્પોરેટરો, બોરસદના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના લોકોએ સાથે મળીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. અમે કલેક્ટરને કહ્યું હતું કે, તમે આ બાયપાસને બોરસદને એન્ટ્રી જ નથી આપી, જેના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં સેંકડો લોકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે.

તાજેતરમાં જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આવા તો અનેક કિસ્સાઓ બન્યા છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે ઝડપથી આનો નિકાલ કરવામાં  નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે રાત્રે વાસદ-તારાપુર સ્ટેટ હાઈવે ઉપર આવેલા દાવોલ ગામ પાસે બે કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. તો ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-