ભ્રામક જાહેરાતો આપતી IAS કોચિંગ સંસ્થાઓ સામે મોટી કાર્યવાહી કરતા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એ સોમવારે ૨૦ એકેડમીને નોટિસ ફટકારી હતી. જ્યારે ૩ સંસ્થાઓ પર ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCPA દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર IQRA IAS અને ચહલ એકેડમી તેમજ RAU’S IAS પર ૧-૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
UPSCના ત્રણ તબક્કા છે, પ્રિલિમિનરી, મેઈન અને ઇન્ટરવ્યૂ. જ્યારે એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગના રેન્ક ધારકોએ આ કોચિંગ સંસ્થાઓમાંથી માત્ર મોક્સ લીધા છે. ઇન્ટરવ્યુ લીધો છે. જ્યારે હાલની કોચિંગ સંસ્થાઓએ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે રેન્ક ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો દર્શાવ્યો હતો અને ફેક એડ બનાવતા હતા.
રાઉ IAS એ CCPA ઓર્ડર સામે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)માં અપીલ કરી છે. IAS બાબા એકેડમીને CCPA દ્વારા આપવામાં આવેલી નોટિસ પર સ્ટે ઓર્ડર મળ્યો છે. નામાંકિત IAS કોચિંગ સંસ્થાઓ છે તેમાં હજી તપાસ ચાલુ છે. તેમાં દ્રષ્ટિ IAS, BYJU’S IAS, વાજીરાવ એન્ડ રેડ્ડી, વિઝન અને યોજના IASનો સમાવેશ થાય છે.
ભારતમાં કોચિંગ ઈન્ડસ્ટ્રીનો વર્તમાન બિઝનેસ લગભગ ૫૮,૦૮૮ કરોડ રૂપિયા છે. દિલ્હીને UPSC-CSE કોચિંગનું હબ માનવામાં આવે છે. સામાન્ય રીતે UPSC પરીક્ષાના રિઝલ્ટની જાહેરાત પછી ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ફેક જાહેરાતો કરે છે અને પોતાની સંસ્થાને શ્રેષ્ઠ બતાવે છે. દર વર્ષે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી સરેરાશ ૯૦૦ વિદ્યાર્થીઓ UPSC પરીક્ષામાં સક્સેસ થાય છે.
આ પણ વાંચો :-