Friday, Oct 24, 2025

સુરતમાં હર્ષ સંઘવીના હસ્તે પોલીસ હેડકર્વાટરમાં શસ્ત્રપૂજન, ડ્રગ્સરૂપી દૂષણ પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

2 Min Read

રાજ્યમાં વિવિધ સ્થાનો પર દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરો સહિતની જગ્યા પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ ઉપરાંત દશેરા પર શસ્ત્ર પૂજનની પરંપરા રહી છે. ત્યારે સુરતમાં પોલીસ હેડ ક્વોટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

લોકોની રક્ષા માટે જે શસ્ત્રો સુરત પોલીસ પાસે છે તે તમામ શસ્ત્રોની પૂજા અહીં કરવામાં આવી હતી. જ્યાં હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશ્નર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છા આપી હતી. તેમજ રાજ્યની જનતા તમામ સ્થિ સુરક્ષિત રહે તેના માટે પણ ભગવાનને પ્રાર્થના કરી હતી. આજે દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વોટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું.

સુરત પોલીસ હેડ ક્વાર્ટર શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ સૌથી પહેલા તો સમગ્ર ગુજરાતવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ રાજ્યમાં મળતા ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરા સુધી રાહ નથી જોઈ. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણને પકડવાની અને સળગાવવાની કામગીરી કરી છે.

શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ- વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે.

આ પણ વાંચો :-

 

Share This Article