Saturday, Sep 13, 2025

ઈઝરાઇલ-હમાસ યુદ્ધમાં ઈરાનની એન્ટ્રીથી વિશ્વયુદ્ધના એંધાણ! તૈયાર કર્યો ‘SPECIAL ૯’ પ્લાન

3 Min Read

છેલ્લા ૧૭ દિવસથી ગાઝા પટ્ટી પર ઈઝરાઇલ બોમ્બમારો કરી રહી છે અને તેને કોઈને લાગી રહ્યું છે કે આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. કારણ કે ઈરાન સહિત મધ્ય પૂર્વના ૫૭ દેશોએ એવી ધમકી આપી છે કે જો ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં પ્રવેશ કરશે તો યુદ્ધ થશે. હવે પરિસ્થિતિ એવી છે કે ઈઝરાઇલની સેના ગાઝા સરહદમાં ઘૂસી ગઈ છે તો શું હવે વિશ્વયુદ્ધ થશે?

ગાઝામાં ઈઝરાઇલી સેનાના પ્રવેશ બાદ પ્રથમ વખત તેની હમાસ સાથે જમીની ટક્કર થઈ હતી અને તેમાં હમાસે ઈઝરાઇલી સૈનિકો પર એન્ટી ટેન્ક મિસાઈલ પણ છોડ્યા હતા. જો કે પરિસ્થિતિ જોતાં ઇઝરાઇલ સમજી રહ્યું છે કે મધ્ય પૂર્વ પણ યુદ્ધમાં સામેલ થઈ શકે છે અને એ કારણોસર ઇઝરાયલે સીરિયા પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું છે.

ઈઝરાઇલ સામેના યુદ્ધને વિશ્વ યુદ્ધમાં ફેરવવાની ધમકી આપી છે. આ માટે ઈરાને સ્પેશિયલ-૯ પ્લાન પણ તૈયાર કર્યો છે.  સ્પેશિયલ-૯ પ્લાન હેઠળ ઈરાને માત્ર ફાઇટર જ નહીં પરંતુ ૯ વ્યૂહાત્મક શસ્ત્રો પણ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. ઈરાનની આ યોજના હેઠળ નવ ફાઇટરના નવ જૂથોને નવ વ્યૂહાત્મક હથિયારો આપવામાં આવશે. આ હથિયારોમાં ફતહ-૧૧ બેલેસ્ટિક મિસાઈલ, સ્કડ મિસાઈલ, કહર-૧ મિસાઈલ, ખૈબર શિકાન મિસાઈલ, બદર-૧ મિસાઈલ, બુરકાન-૨એચ મિસાઈલ, કિયામ મિસાઈલ, શોર્ટ રેન્જ રોકેટ, શાહેદ ૧૩૧/૧૩૬ સુસાઈડ ડ્રોનનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, ઇઝરાઇલ નવ મોરચે ઘેરાયેલું રહેશે જેમાં લેબનોન, સીરિયા, વેસ્ટ બેંક, જોર્ડન, ઇજિપ્ત, ભૂમધ્ય સમુદ્ર, રેડ સી અને ઇરાક છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્લેક સીમાં ફાઈટર પ્લેન તૈનાત કર્યા છે. યમન તરફથી ઈઝરાઇલ તરફ એક-બે નહીં પરંતુ ત્રણ મિસાઈલો છોડવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે જો મિસાઈલોને અટકાવવામાં ન આવી હોત તો તેનું નિશાન ઈઝરાઇલ હોત.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્પેશિયલ-9 પ્લાન હેઠળ ઈરાને લેબનોનના હિઝબુલ્લા જૂથને સૌથી પહેલા જવાબદારી સોંપી છે, જ્યારે આ પછી હુથી અને અન્ય સંગઠનોને યુદ્ધ ક્ષેત્રમાં લાવી શકાય છે. એવા સમાચાર પણ બહાર આવ્યા છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાનો રસ્તો શોધી રહ્યું છે. તેણે ઈરાક, સીરિયા અને યમનમાં મિલિશિયાને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો :-

Share This Article