ગાંધીધામમાં રૂ.૮૦૦ કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમાં પાકિસ્તાન કનેક્શન ખુલતા ગુજરાત ATSની ટીમ દોડતી થઈ છે. ગુજરાત ATSની ટીમ તપાસ માટે કચ્છ જવા રવાના થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત ATSની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તો અનેક આરોપીઓના નામ પણ બહાર આવી શકે છે.
ગાંધીધામમાં ૮૦૦ કરોડના કોકેઈનની હેરાફેરીના કેસમમાં ગુજરાત ATSની તપાસ પાકિસ્તાનનું કરાંચી કનેક્શન સામે આવ્યું છે. આ મામલે કરાંચીના હાજી સલીમનું નામ ખુલતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ડ્રગ્સના નેટવર્કની તપાસ માટે ગુજરાત ATSની ટીમ કચ્છ જવા રવાના થઈ છે.
ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો છે. રાજ્ય અને દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ડ્રગ્સ તસ્કરો આ દરિયા કિનારાનો ઉપયોગ કરે છે. જેમાં પણ કચ્છના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. તાજેતરમાં જ ગાંધીધામમાંથી પોલીસે બાતમીના આધારે અંદાજે ૮૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
આ મોટી સફળતાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી હતી. તેઓએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગુજરાત પોલીસની સતર્કતાથી કચ્છના દરિયાકાંઠેથી રૂ.૮૦૦ કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું છે. કચ્છ પૂર્વ LCBને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવેગ કરે તે પહેલા જ પોલીસ દરોડો પાડીને ૮૦ કિલો કોકેઈન કબજે કરે છે. જેની કિંમત રૂ.૮૦૦ કરોડ થાય છે. પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.
આ પણ વાંચો :-