ડાયમંડ નગરી સુરતમાં હાર્ટએટેકની ઘટના યથાવત છે. વધુ ૨ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. સચિન જીઆઇડીસી માં ૩૬ વર્ષીય આબીદાખાતુંન નામની મહિલા અને કામરેજના ૪૦ વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. બંને લોકો કોઈને પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નિપજતાં પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતની સંખ્યા વધી રહી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નાની વયે હાર્ટ અટેકથી જીવ ગુમારની સંખ્યા ૧૧એ પહોંચી છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ગરબે ઘૂમતા ૪ લોકના મોત થયા છે તો અન્ય ૭ યુવકોના હાર્ટ અટેકથી મોત થયા છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે.
આઠ મહિનામાં અમદાવાદની શારદાબેન અને LG હોસ્પિટલમાં હૃદયરોગના ચાર હજાર ૩૭૭ દર્દી નોંધાયા.જેમાં ૧૫૬ લોકોએ જીવ ગુમાવ્યો છે.માર્ચ અને એપ્રિલ મહિનામાં વધુ કેસ નોંધાયા હતા. મૃત્યુની વાત કરીએ તો જૂન અને જુલાઈ મહિનામાં નોંધાયેલા હાર્ટ અટેકના કેસમાં મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળ્યું.
આ પણ વાંચો :-