વન નેશન વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં કાયદા પંચ રિપોર્ટ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે ભારતના ચૂંટણી પંચ એટલે કે ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો છે. આ માટે પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવા જેવા ઘણા કારણો દર્શાવ્યા છે.
૨૦૨૪ અને ૨૦૨૯માં એકસાથે ચૂંટણી યોજાય તો ચૂંટણી પંચે કાયદા પંચને મશીનોની સંખ્યા અંગે જાણ કરી છે. અંહિયા મહત્વનું છે કે વોટિંગ મશીનમાં ત્રણ ભાગો હોય છે, જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATનો સમાવેશ થાય છે. ૨૦૨૪ સુધીમાં વધુ ૧૧.૪૯ લાખ કંટ્રોલ યુનિટ, ૧૫.૯૭ લાખ બેલેટ યુનિટ અને ૧૨.૩૭ લાખ VVPATની જરૂર પડશે અને આ બધા માટે ૫૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે જ વન નેશન વન ઈલેક્શન માટે ૨૦૨૯માં ECIને ૫૩.૭૬ લાખ બેલેટ યુનિટ, ૩૮.૬૭ લાખ કંટ્રોલ યુનિટ અને ૪૧.૬૫ લાખ VVPATની જરૂર પડશે. તેનું મુખ્ય કારણ મતદાન મથકો અને મતદારોની વધતી સંખ્યા છે.
ચૂંટણી પંચ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર અને ચિપ્સની અછતથી ચિંતિત છે. સાથે જ કાયદા પંચ સાથેની બેઠકમાં ECIએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યત્વે EVM અને VVPAT એટલે કે વેરીફાઈબલ, પેપર ઓડિટ ટ્રેઈલ મશીનોમાં વપરાય છે. હવે ખાસ વાત એ છે કે ૨૦૨૪ માં થનારીલોકસભા ચૂંટણીમાટે ECને લગભગ ૪ લાખ મશીનની જરૂર છે. મશીનોની વર્તમાન જરૂરિયાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે. એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ ૮૩, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ ૮૪, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ ૧૭૨, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ ૧૭૪, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ ૩૫૬માં સુધારો કરવાની જરૃર પડશે.
આ પણ વાંચો :-