બાંગ્લાદેશ સામેની મેચમાં કોહલીએ સદી ફટકારી હતી. કોહલીની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ 48મી સદી છે. કોહલીએ એક સદી પૂરી કરી લેતા તે સચિન તેેેંડુલકરની સદીની બરાબરી કરી લેશે. ઈન્ટરનેશનલ વનડે ક્રિકેટમાં સચિનની કુલ ૪૯ સદી છે. બાંગ્લાદેશ સામે જીત બદલ રોહિત શર્મા અને વિરાટ કોહલીને યશ આપવો ઘટે. રોહિતે ૪૮ રન અને કોહલીએ ૧૦૩ રન બનાવ્યાં હતા તો શુભમન ગિલે ૫૫ રન બનાવ્યાં હતા. વર્લ્ડ કપની સેમી ફાઈનલથી હવે ભારત એક ડગલું દૂર રહ્યું છે. એટલે હવે એક મેચ જીતી જતાં તેના ૧૦ પોઈન્ટ થઈ જશે અને સેમી ફાઈનલમાં પ્રવેશી જશે. ૪ જીત સાથે હાલમાં ભારતને ૮ પોઈન્ટ મળ્યાં છે.
વર્લ્ડ કપમાં ૮ પોઈન્ટ સાથે સ્થાન મેળવનારો ભારત બીજો દેશ બન્યો છે. ન્યૂઝીલેન્ડે ૮ પોઈન્ટ સાથે ટોપ પર છે. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ તેમની હરીફ ટીમો સાથે એક જ મેચ જીતે તો તે સેમી ફાઈનલમાં પ્રવેશી જશે વર્લ્ડ કપની સેમી ફાઈનલની બે પ્રબળ દાવેદાર ટીમ ભારત અને ન્યૂઝીલેન્ડ ૨૨ ઓક્ટોબરે મેચ રમશે જેમાં જે ટીમ જીતી જશે તે સેમી ફાઈનલમાં પ્રવેશી જશે. જોકે એક ટીમના હારવાના કિસ્સામાં તે પછીની મેચમાં હરીફ ટીમને હરાવી સેમી ફાઈનલમાં પ્રવેશી પામી શકે છે.
આ પણ વાંચો :-
© 2025 Gujarat Guardian . All rights reserved. Developed By Customize Theme.
Sign in to your account