Thursday, Oct 30, 2025

ઈઝરાઇલ-હમાસનુ યુધ્ધ ૧૪મા દિવસમાં પ્રવેશ્યુ, ૫૦૦૦ લોકોના મોત અને ૧૭૦૦૦થી વધું ઘાયલ

2 Min Read

પેલેસ્ટાઈન અને ઈઝરાઇલ વચ્ચેનો ટકરાવ ૧૪મા દિવસમાં પ્રવેશ્યો છે અને આટલા દિવસોમાં બંને પક્ષના ૫૦૦૦ લોકો માર્યા ગયા છે.પેલેસ્ટાઈનના શાસકોએ કહ્યુ કે, અત્યાર સુધીમાં પેલેસ્ટાઈનના ૩૫૪૦ નાગરિકો માર્યા ગયા છે અને ૧૩૦૦૦ લોકો ઘાયલ થયા છે.આ પૈકી સૌથી વધારે ૩૪૭૮ લોકોના મોત ગાઝા પટ્ટીમાં અને વેસ્ટ બેન્કમાં ૬૨ લોકોના મોત થયા છે.

બીજી તરફ ઈઝરાઇલ સરકારે જેઆંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે ઈઝરાઇલના ૧૪૦૦ લોકોના મોત થયા છે અને ૪૪૦૦ લોકો ગાયલ થયા છે.ઈઝરાઇલની સેનાએ બુધવારે ફરી એક વખત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા હતા. ગાઝા પટ્ટીમાં આવેલા રાફા વિસ્તારમાં આતંકી સંગઠન પોપ્યુલર રેઝિસન્ટસ કમિટિની ઈમારતને પણ ઈઝરાઇલ લડાકુ વિમાનોએ ટાર્ગેટ કરી હતી.

ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓના ઘણા આશ્રયસ્થાનો નષ્ટ કરવામાં આવ્યા છે.તેની સાથે સાથે ટેન્ક વિરોધી મિસાઈલ લોન્ચિંગ જ્યાંથી થાય છે તે જગ્યા, વધારાનુ કમાન્ડ સેન્ટર, આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરંગો પણ તબાહ કરવામાં આવી છે.હમાસના ૧૦ જેટલા આતંકવાદીઓ પણ આ હુમલામાં મોતને ભેટયા છે.

ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના જંગમાં દુનિયાભરમાં ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન એમ બંને પક્ષે દેખાવો થઈ રહ્યા છે.આ જંગને રોકવા માટે પણ માંગ ઉઠી રહી છે.દેખાવકારોનુ એક જૂથ તો  બુધવાર અમેરિકન સંસદમાં પ્રવેશી ગયુ હતુ અને તેમાં 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

Share This Article