Thursday, Nov 6, 2025

અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવું સુવિધાજનક બન્યું, એરપોર્ટ પર નવા ૪ ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ

1 Min Read

વિદેશ જતા મુસાફરો માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. બુધવારે ઈન્ટરનેશનલ ટર્મિનલ-૨ ખાતે વધુ વિશાળ ઈમિગ્રેશન એરિયા શરુ કરવામાં આવ્યો હતો. હવે પીક અવર્સમાં દરમિયાન પણ મુસાફરો માટે ડિપાર્ચર સરળ બનશે.

એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા પીક અવર્સ દરમિયાન મુસાફરોના પ્રવાહમાં વધારો થવા છતાં, વિદેશ જતા પ્રવાસીઓ માટે સરળ ડિપાર્ચરની સુવિધાનો અનુભવ સુનિશ્ચિત થશે. એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ટર્મિનલ ૨ પર નવો ડિપાર્ચર, ઇમિગ્રેશન એરિયા અત્યાધુનિક સુવિધાઓ અને આધુનિક તકનીકોથી સજ્જ છે જેનો હેતુ ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા વેઇટિંગ સમય ઘટાડવાનો છે.

તાજેતરમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા અરાઈવલ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને કારણે ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (૧-ટુ-૧) ટ્રાન્સફર, પેસેન્જર બેસવાની ક્ષમતામાં વધારો અને અન્ય ઘણી સુવિધાઓમાં વધારો થયો હતો. અમદવાદના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર ૧૭ એરલાઈન્સની ૧૪ થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે, એરપોર્ટ પરથી દૈનિક સરેરાશ ૨૫૦૦ પેસેન્જર અમદવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલથી વિદેશ જવા રવાના થાય છે.

આ પણ વાંચો :-

 

Share This Article