Thursday, Oct 30, 2025

ઇઝરાઇલ-હમાસ યુદ્ધને પગલે લેબેનોનમાં હિંસા, અમેરિકા સહિત કઈ દેશો એડવાઈઝરી જાહેર કરી

2 Min Read

ઇઝરાઇલ અને હમાસ યુદ્ધને કારણે અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને લેબેનોનની યાત્રા ટાળવાની સલાહ આપી છે. અમેરિકાની સાથે જ બ્રિટન, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડાએ પણ સુરક્ષાના કારણોસર તેના નાગરિકોને લેબેનોન ન જવાની સલાહ આપી છે. અમેરિકાએ લેબેનોન બેરુત ખાતે આવેલા દૂતાવાસમાં કામ કરતા કર્મચારીઓને તથા પરિવારોને ત્યાંથી પરત ફરવા જણાવ્યું છે.

૭ ઑક્ટોબર બાદથી જ ઇઝરાઇલ -લેબનોન સરહદ પર આગ લાગતા ઓછામાં ઓછા ૧૮ લેબનોનના નાગરિકો માર્યા ગયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સે પણ પોતાના નાગરિકોને લેબનોન જવાનું ટાળવાની અપીલ કરી છે. જ્યારે ઘણી પશ્ચિમી એરલાઈન્સે ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. બ્રિટનના વિદેશ કાર્યાલયે લેબનોનમાં રહેતા પોતાના નાગરિકોને જણાવ્યું છે કે તેમને ત્યાં રહેવાની ખરેખર જરૂર છે કે કેમ તે અંગે તેઓ વિચારે. જો જરૂર ન હોય તો તેઓ ચાલ્યા જાય. કેનેડા, સ્પેન, જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.

અમેરિકાના સ્ટેટ વિભાગે કહ્યું છે કે ઇઝરાઇલ અને હેઝબુલ્લાહ અને સશસ્ત્ર આતંકવાદી જૂથો વચ્ચે રોકેટ, મિસાઇલ અને તોપ વડે થયેલા હુમલાને કારણે ઉભા થયેલા જોખમની સ્થિતિને કારણે લેબેનોનની યાત્રા ન કરવી જોઇએ. આ યુદ્ધને કારણે મોટાપાયે લેબેનોનમાં વિરોધ પ્રદર્શન થયું છે. અને અમેરિકાના નાગરિકોએ સુરક્ષા જોખમાય તેવા સ્થળોથી દૂર રહેવું જોઇએ.

હેઝબુલ્લાહ સંગઠને કરેલા આહ્વાન બાદ બેઇરૂતમાં અમેરિકી દૂતાવાસ પાસે અનેક લોકોએ એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંગળવારે રાત્રે તેમણે દૂતાવાસ કચેરી પાસે ફરજ બજાવી રહેલા સુરક્ષાબળના જવાનો સાથે ઝપાઝપી કરી હતી. તેમજ દૂતાવાસ પાસેની ઇમારતને આગ લગાવી અને પથ્થરમારો કરી હિંસા આચરી હતી. ફ્રાંસના દૂતાવાસ પાસે પણ આ પ્રદર્શનકારીઓએ હેઝબુલ્લાહના ઝંડા લહેરાવી પથ્થરમારો કર્યો હતો. લેબેનોનમાં પેલેસ્ટાઇન સમર્થક સંગઠનોએ મોટાપાયે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article