ભારતીય ટીમે પાકિસ્તાન સામે ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં સાત વિકેટથી ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય ટીમની પાકિસ્તાન સામે વનડે વર્લ્ડ કપમાં આ સતત ૮મી હાર રહી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે ભારત-પાકિસ્તાનની મેચનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પોલીસ કર્મચારી એક ફેનને લાફો મારી રહી છે. જોકે, યુવક પણ ગુસ્સામાં પોલીસકર્મી પર હાથ ઉઠાવે છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે વીડિયો શેર કરતા લખ્યું કે, મહિલા પોલીસકર્મી સાથે ઉદ્ધતતા છે. તો કોઈ કહી રહ્યું છે કે, પહેલા પોલીસ કર્મીએ લાફો માર્યો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, જેમણે પણ કાયદાનો ભંગ કર્યો છે, તેના પર કાર્યવાહી થવી જોઈએ, તે પણ કાયદાકીય રીતે. મહિલા પોલીસ કર્મી પણ અને આ યુવકને પણ આ ધ્યાન રાખવું જોઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. સ્ટેડિયમ અંદાજે ૧ લાખ કરતાં વધુ લોકોથી ખીચોખીચ ભરેલું હતું. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને પાકિસ્તાનની ઈનિંગ માત્ર ૧૯૧ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે માત્ર ૩૦ ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો :-