Sunday, Sep 14, 2025

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ભયાનક માર્ગ અકસ્માત, 12 શ્રદ્ધાળુઓના મોત, 23થી વધુ લોકો ઘાયલ

2 Min Read

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે સવારે હાઇ સ્પીડમાં મુસાફરી કરી રહેલી એક મિની બસ કન્ટેનર સાથે અથડાતાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા હતા અને ૨૩ લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાનગી બસમાં ૩૫ મુસાફરો હતા.

બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે પર ભક્તોથી ભરેલી બસ રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે નાશિકના ભક્તો બસમાં પ્રવાસી બાબાની દરગાહ ગયા હતા. દર્શન કર્યા બાદ બધા નાસિક પરત ફરી રહ્યા હતા. દરમિયાન, વૈજાપુર નજીક સમૃદ્ધિ હાઇવે પર જામબરગાંવ ટોલ બૂથ પાસે શ્રદ્ધાળુઓને લઇ જતી બસ અકસ્માતનો ભોગ બની હતી. ઘાયલોના જણાવ્યા મુજબ બસની સ્પીડ ઝડપી હતી. રોડ પર પહેલાથી જ ઉભેલા કન્ટેનરને જોયા બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, ત્યારબાદ બસ કન્ટેનર સાથે અથડાઈ હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના મુંબઈથી લગભગ ૩૫૦ કિલોમીટર દૂર જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં સવારે ૧૨.૫૦ વાગ્યે થઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ પાછળથી કન્ટેનર સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં ૧૨ મુસાફરોના મોત થયા છે. મૃતકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે ૨૩ અન્ય મુસાફરો ઘાયલ થયા છે અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article