Sunday, Sep 14, 2025

વર્લ્ડ કપની મેચમાં સ્ટેડિયમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન સામે લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

1 Min Read

વર્લ્ડ કપની મેચમાં પોતાના કટ્ટર દુશ્મન પાકિસ્તાનને હરાવીને ભારતે કરોડો ભારતીયોનું સપનું સાકાર કર્યું છે. ૧૪ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને ૭ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ટીમ ઈન્ડીયાને પાકિસ્તાન તરફથી સાવ ઈઝી ૧૯૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ૩ વિકેટ ગુમાવીને ૩૦.૩ ઓવરમાં પૂરો કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું, પરંતુ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ભારતીય પ્રશંસકોએ પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને ખૂબ ચીડવ્યો. સ્ટેડિયમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન સામે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

જ્યારે મોહમ્મદ રિઝવાન બેટિંગ કરીને પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે સ્ટેડિયમમાં ભારતીય ફેન્સે તેની વિરુદ્ધ નારા લગાવ્યા હતા. સ્ટેડિમમાં ફેન્સે મોહમ્મદ રિઝવાન વિરુદ્ધ જય શ્રી રામ…જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેની પાછળનું કારણ એ છે કે જ્યારે રિઝવાને શ્રીલંકા સામેની મેચમાં સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવી હતી ત્યારે તેણે એક વિવાદસ્પદ ટ્વિટ કર્યું હતું. આ કારણે ફેન્સે તેને આડે હાથ લીધો હતો.

આ પણ વાંચો :-

Share This Article