ભારત VS પાકિસ્તાનની મેચ જબરદસ્ત જોશમાં ચાલી રહી છે. ટૉસ જીતીને ટીમ ઈન્ડિયાએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાની શાનદાર ફિલ્ડિંગે પાકિસ્તાનને ૧૯૧ રનમાં ઓલ આઉટ કરી. હવે ભારતને જીત માટે ૧૯૨ રન બનાવવાનાં રહેશે.
પહેલી ૨થી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો હતો. મહોમ્મદ સિરાજે પહેલી વિકેટ શફીકની લીધી. LBW થયેલા શફીક બાદ ક્રિઝ પર બાબર આઝમ આવ્યાં હતાં. હાર્દિક પંડ્યાએ ઓપનર ઈમામ ઉલ હકને કેચ આઉટ કર્યો. તેણે 38 બોલમાં 36 રન બનાવ્યાં હતાં. આ બાદ પાકિસ્તાનનાં બાબર અને રિઝવાનની જોડીએ ટીમ માટે સારો સ્કોર બનાવ્યો પણ આ જોડી પણ થોડીવારમાં ભારતીય ખેલાડી સિરાજે બ્રેક કરી.
મહોમ્મદ સિરાજે પાકિસ્તાની બેટ્સમેન બાબરને ૫૦ રન પર આઉટ કરાવ્યું. જે બાદ બુમરાહે મોહમ્મદ રિઝવાનને 49 રન પર વિકેટ આઉટ કર્યું. આ મોટી વિકેટો બાદ તો પાકિસ્તાનની ટીમ નબળી પડી હતી. શકીલ, અહમદની વિકેટ કુલદીપ યાદવે એક જ ઓવરમાં લઈ લીધી. આ જબરદસ્ત વિકેટ બાદ ફરી બુમરાહે શાદાબ ખાનને 2 રન આપીને આઉટ કર્યાં. 8મી વિકેટ હસન અલીની રવિન્દ્ર જાડેજા દ્વારા લેવામાં આવી. શુભમન ગિલ ગ્વારા હસન કેચ આઉટ થયાં.
પાકિસ્તાનની ટીમ 191 રન પર ઓલ આઉટ થઈ. પાક. ખેલાડી હરીફની છેલ્લી અને નવમી વિકેટ જાડેજા દ્વારા લેવામાં આવી. ભારતને જીત માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો.
આ પણ વાંચો :-