Thursday, Oct 23, 2025

હવે ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ રમાશે

1 Min Read

ક્રિકેટનો લોસ એન્જલસ ૨૦૨૮ ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ૧૨૮ વર્ષ બાદ ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાશે. ફ્લેગ ફૂટબોલની સાથે બેઝબોલ અને સોફ્ટબોલ પણ ઓલિમ્પિકનો ભાગ હશે. IOC પ્રમુખે ઇન્ટરવ્યુ દરમિયાન એવું પણ સૂચન કર્યું હતું કે ઓલિમ્પિક માટે ક્રિકેટનું T-૨૦ ફોર્મેટ સૌથી યોગ્ય છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ભારતે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

LA આયોજક સમિતિ આગામી ૨૪ કલાકમાં આ માહિતી જાહેર કરે તેવી અપેક્ષા છે, જે સૂચવે છે કે લેક્રોસ અને સંભવિત સ્ક્વોશને પણ ૨૦૨૮  માટે વધારાની રમત તરીકે પ્રસ્તાવિત કરવામાં આવી શકે છે.

૧૯૦૦ સમર ઓલિમ્પિકમાં એકમાત્ર ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચ ફ્રાન્સમાં ગ્રેટ બ્રિટન અને યજમાન ફ્રાન્સની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ ગ્રેટ બ્રિટને જીતી હતી. ત્યારથી ક્રિકેટનો ક્યારેય ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :-

Share This Article