Saturday, Sep 13, 2025

અવકાશમાં મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ભારત, ઈસરો પોતાનું સ્પેસ સ્ટેશન બનાવીને ઇતિહાસ સર્જશે

2 Min Read

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ની ભાવિ મહત્વાકાંક્ષી યોજનાઓમાં  સ્પેસ  સ્ટેશન, સમાનવ અવકાશયાન, મંગળયાન – ૨(માર્સ મિશન -૨), શુક્રયાન(વિનસ મિશન)નો પણ સમાવેશ થાય છે. ઇસરોના ચેરમેન શ્રીધર સોમનાથે એક ખાસ કાર્યક્રમ દરમિયાન એવી માહિતી આપી હતી કે   ઇસરો તેનું પહેલું સ્પેસ સ્ટેશન ૨૦૩૫માં તરતું મૂકે તેવું આયોજન થઇ રહ્યું છે.વળી, અમે  ભારેભરખમ વૈજ્ઞાાનિક ઉપકરણો સાથે પૃથ્વીની  ભ્રમણકક્ષા સુધી જઇ શકે તેવું રિયુઝેબલ રોકેટ(એક  કરતાં વધુ વખત ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ) વિકસાવવા તૈયારી કરી રહ્યા છીએ.

અમે ગગનયાન પ્રોજેક્ટના પગલે પગલે સમાનવ અંતરીક્ષયાનના પ્રયોગની પણ શક્યતા તપાસી રહ્યા છીએ. એટલે કે હાલના તબક્કે અમારો મુખ્ય હેતુ ભારતના ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વી બહાર  ૪૦૦ કિલોમીટરના અંતરે મોકલવાનો છે. આપણા ત્રણેય અવકાશયાત્રીઓ  અંતરીક્ષમાં સતત ૭૨ કલાક સુધી  રહીને પછી પૃથ્વી પર આપણા સમુદ્રમાં સહીસલામત રીતે ઉતરશે.આમ ગગનયાનની સફળતા ભારતના પહેલા સ્પેસ સ્ટેશનનો માર્ગ તૈયાર કરશે.

ઇસરોએ રિયુઝેબલ રોકેટ વિકસાવવામાં ભારતના ઉદ્યાગ જગતને  સહકાર આપવા  અપીલ પણ કરી  છે. આવા રિયુઝેબલ રોકેટને ઇસરોએ નેક્સ્ટ જનરેશન લોન્ચ વેહિકલ(એન.જી.એલ.વી.) નામ આપ્યું છે. પૃથ્વીથી અંતરીક્ષમાં ૩૬,૦૦૦ કિલોમીટરના અંતરને જીઓટી કહેવાય છે, જ્યારે પૃથ્વીથી ૨,૦૦૦ કિલોમીટના અંતરને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા કહેવાય છે.

એસ. સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે  અમે  લગભગ   એકાદ વરસમાં  એન.જી.એલ.વી. રોકેટની આધુનિક ડિઝાઇન  બનાવી શકીએ તે  રીતે તૈયારી  કરી   રહ્યા છીએ. ઇસરોનું આ ભાવિ રોકેટ ત્રણ હિસ્સા ધરાવતું હશે. તે ભાવિ રાકેટમાં મિથેન અને પ્રવાહી ઓક્સિજન અથવા કેરોસીન અને પ્રવાહી ઓક્સિજનનું  બળતણ હશે. વળી, આ ભાવિ રોકેટ   ૧૦ ટન વજનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને છેક  જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ(જીટીઓ) સુધી જાય અથવા  ૨૦ ટનનાં વૈજ્ઞાાનિક ઉપકરણો લઇને પૃથ્વીની  નીચેની ભ્રમણકક્ષા (લો અર્થ ઓર્બિટ) સુધી જાય તેટલી ક્ષમતાવાળું હશે.

આ પણ વાંચો :-

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૧૨૦ લોકોની મોત, ૧૦૦૦થી વધુ ઘાયલ

આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થશે

Share This Article