HomeHealth & Fitnessતમારા ઘરે આવેલું દૂધ અસલી છે નકલી ? બનાવટી મિલ્કને આ ટ્રિકથી...

તમારા ઘરે આવેલું દૂધ અસલી છે નકલી ? બનાવટી મિલ્કને આ ટ્રિકથી ઓળખો

Date:

Related stories

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...
spot_img
  • તમારે ઘરે અસલી દૂધ આવી રહ્યુ છે કે નકલી ? જે જાણવા માટે અમુક ઉપાય જરૂરી છે. જેના થકી જાણી શકાય છે. તો આવો જાણીએ ઉપાય !

આજના સમયમાં આહારથી માંડી જીવનજરૂરી તમામ વસ્તુઓમાં ભેળસેળના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. જેમાં દૂધમાં અવારનવાર ભેળસેળ અથવા નકલી દૂધના કિસ્સાઓ જુદા જુદા શહેરમાંથી આમે આવતા હોય છે. ત્યારે તમારે ઘરે અસલી દૂધ આવી રહ્યું છે કે નકલી ? તે ચિંતા તમારા મનમા સતાવતી હોય છે. ત્યારે તમારી સમસ્યાનો ઉકેલ અહીં છે. આ ઉપાય દ્વારા જાણી શકાય છે કે દૂધ અસલી છે કે નકલી !

ભેળસેળવાળું દૂધ માત્ર હાડકાંને જ નહિ પરંતુ લિવરને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. નિષ્ણાતોના મતે દૂધનો પોતાનો સ્વાદ હોય છે. અસલી દૂધ મીઠા સ્વાદનું હોય છે. જ્યારે નકલી દૂધમાં ડિટર્જન્ટ અને સોડા મિક્ષ કરવામાં આવતું હોવાથી તે સ્વાદમાં સહેજ કડવું હોય છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે.

વધુમાં ડિટર્જન્ટના મિશ્રણને પગલે આ દૂધમાં સામાન્ય કરતા વધુ ફીણ જોવા મળે છે. ડિટર્જન્ટનની હાજરી માટે કાચની બોટલ અથવા ટેસ્ટ ટ્યુબમાં ૫ થી ૧૦ મિલી દૂધ લઈને જોરથી હલાવ્યા બાદ જો ફીણ બને અને લાંબા સમય રહે તો તે દૂધમાં ડીટરજન્ટ મિક્ષ કરાયેલ હોવાનો અંદાજ આવી શકે છે.

નિષ્ણાતોના મતે જ્યારે સંગ્રહ કરવામાં આવે છે ત્યારે અસલી દૂધના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે નકલી દૂધ પીળું થવા માંડે છે. આમ રંગના આધારે અસલી અને નકલી દૂધનો ભેદ જાણી શકાય છે. નિષ્ણાતોના મત મુજબ સાચા દૂધનો રંગ ઉકાળ્યા પછી પણ એજ રહે છે. જ્યારે નકલી દૂધ ઉકાળ્યા પછી પીળાશ પકડે છે.

દૂધમાં કેમિકલ છે ? તેવો ભય સતાવતો હોય તો તે તપાસવા માટે લાકડા અથવા પથ્થર પર દૂધના ૨ થી ૪ ટીપાં નાખવા જોઈએ. આમ કરતી વેળાએ જો દૂધ પડતાની સાથે જ સરળતાથી વહેવા લાગે છે તો તેમાં અન્ય કોઈ પ્રવાહી ભળેલું છે. પરંતુ અસલી દૂધની બાબતમાં આવું થતું નથી. શુદ્ધ દૂધ ધીમે ધીમે વહે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img