HomeSportsIND vs IRE : ડેબ્યૂ ઈનિંગમાં તોફાની બેટિંગ કરી છવાયો રિંકુ સિંહ,...

IND vs IRE : ડેબ્યૂ ઈનિંગમાં તોફાની બેટિંગ કરી છવાયો રિંકુ સિંહ, ફેન્સે કહ્યું….

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img
  • IND vs IRE 2nd T20, Rinku Singh : આયરલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય બેટસમેન રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી.

આયરલેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતીય બેટસમેન રિંકુ સિંહે શાનદાર બેટિંગ કરી હતી. આ તેની કારકિર્દીની બીજી મેચ હતી. પરંતુ તે પ્રથમ વખત બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ ઈનિંગમાં વિસ્ફોટક બેટિંગથી લોકોના દિલ જીતી લીધા હતા.

આયરલેન્ડ સામેની બીજી T20માં રિંકુ સિંહે માત્ર ૨૧ બોલમાં ૩૮ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. રિંકુની તોફાની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ છેલ્લી બે ઓવરમાં ૪૨ રન બનાવ્યા હતા. વાસ્તવમાં ૧૮ ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર માત્ર ૧૪૩ રન હતો. રિંકુની આ તોફાની ઈનિંગ્સ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ભારતની પ્રથમ વિકેટ ચોથી ઓવરમાં ૨૯ રનના સ્કોર પર પડી હતી. યશસ્વી જયસ્વાલ ૧૧ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. જો કે આ પછી તરત જ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો તિલક વર્મા નિષ્ફળ રહ્યો હતો અને તે ફક્ત એક રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img