Saturday, Sep 13, 2025

ખેડૂત સાથે એવું તે શું બન્યું કે ૦૨ ક્લાક ઝાડ પર ડરીને બેસી રહેવું પડ્યું

2 Min Read
  • રખડતા પશુઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને કડક સૂચના આપવામાં આવી છે.

રખડતા પશુઓને પકડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને કડક સૂચના આપવામાં આવી છે. રખડતા પશુઓને પકડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે, પરંતુ આ ઝુંબેશ અપૂરતી સાબિત થઈ રહી છે. જેનો તાજો દાખલો એક વીડિયોમાં જોવા મળી રહ્યો છે જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ છૂટા આખલાથી પોતાનો જીવ બચાવવા ઝાડ પર બેઠો છે. નીચે તે આખલો હુમલાની મુદ્રામાં તેના પગ વડે માટી ખોદી રહ્યો છે. ડરને લીધે ખેડૂતે ઝાડ પર બેસવામાં જ ભલામણ સમજી હતી. ખેડૂતે લગભગ બે કલાક સુધી ઝાડ પર રહીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મળેલી માહિતી મુજબ આ મામલો રસરા તહસીલ વિસ્તારના સંવરા પાંડેપુર રોડનો છે. ગત બુધવારે અહીં એક ખેડૂતનું છૂટા આખલાને કારણે જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પંડિતપુરા ગામનો એક ખેડૂત પોતાના ખેતરમાં ડાંગરની રોપણી કરી રહ્યો હતો. ત્યારે આખલો તેને જોઇને મારવા તેની તરફ દોડ્યો.

જે બાદ આખલાથી જીવ બચાવ તે ખેડૂત નજીકના ઝાડ પર ચઢી ગયો હતો. જે બાદ આખલો પણ ઝાડ પાસે પહોંચ્યો અને ખેડૂતના નીચે ઉતરવાની રાહ જોવા લાગ્યો. બે કલાક સુધી આખલો ખેડૂતની ઝાડ નીચે રાહ જોતા ઉભો હતો.

આ પણ વાંચો :-

Share This Article