Saturday, Sep 13, 2025

અમદાવાદમાં વધુ એક અકસ્માત ! બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર

1 Min Read
  • અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે. તેમાં પણ ઈસ્કોન બ્રિજની અકસ્માતની ઘટના હજૂ ભૂલાણી નથી ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી.

અમદાવાદમાં વધુ એક અકસ્માત થયો છે. માંડવીની પોળ નજીક આ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ બાળકને શાળાએ લઈ જતા સમયે લકઝરી બસે વાહનચાલક મહિલાને ટક્કર મારી હતી.

અમદાવાદમાં વધુ એક અકસ્માત, બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર

આ અકસ્માતમાં મહિલાને માથામાં ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માતમાં બાળકને પણ ઈજા થઈ છે. તેના પગમાં ફ્રેકચર થવાની સ્થિતી હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો :-

Share This Article