Sunday, Sep 14, 2025

સુરતમાં શેરડીના ખેતરમાંથી દીપડો દેખાતાં, વનવિભાગ દોડતું થયું

1 Min Read
  • સુરતના શેરડીના ખેતરોમાં મોટી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. જો કે માનવ વસવાટ સ્થળથી દીપડા ગ્રામ્ય વિસ્તારમાં ફરતાં હતાં.

જો કે હવે દીપડા શહેરી વિસ્તાર સુધી પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગરનાળા પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગઈ હતી. દીપડાએ દેખા દેતા વન વિભાગ દોડતું થયું છે.

શહેર વિસ્તારમાં ક્યારેય ન દેખાતો હોય તે રીતે દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં તેને ભય ફેલાયો હતો. મનીષા ગરનાળાની આસપાસ રહેતા દીપડાને લઈ સ્થાનિકોમાં દહેશત ઉભી થઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા દીપડાનો વીડિયો અને ફોટા મોબાઈલમાં કેદ કરી લીધા હતા. જે ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક મોકલી આપી જાણ કરી હતી. જેથી વનવિભાગ દોડતું થયું છે.

અમરોલી વિસ્તારમાં પ્રથમવાર દીપડો દેખાયો હોવાનું સ્થાનિકોએ કહ્યું છે. આ સાથે જ વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે. રાત્રિના સમયે દીપડો હુમલો કરે તેવી શક્યતા પણ હોવાથી લોકો ફફડી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Share This Article