Saturday, Sep 13, 2025

વિરાટ કોહલીએ બનાવ્યો મહારેકોર્ડ, સચિન પછી આ સિદ્ધિ મેળવનાર….

2 Min Read
  • ટીમ ઈન્ડિયાના બેટસમેન વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિગ્ગજ બેટસમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આવું કરનાર બીજો ભારતીય ક્રિકેટર છે.

ટીમ ઈન્ડિયાના બેટસમેન વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિગ્ગજ બેટસમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આવું કરનાર બીજો ભારતીય ક્રિકેટર છે.

જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસના અંત સુધી વિરાટ કોહલી ૮૭ રન પર અને રવિન્દ્ર જાડેજા ૩૬ રન બનાવીને રમતમાં હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાનો દબદબો બનાવી લીધો છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર ૪ વિકેટે ૨૮૮ રન હતો.

વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ૩૯ રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૨૫,૫૦૦ રન પૂરા કરી લીધા છે. મહાન બેટસમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આ મહાન રેકોર્ડ બનાવનાર ભારતનો બીજો બેટસમેન છે.

સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સિવાય કોઈ પણ ભારતીય બેટસમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૫,૫૦૦ રન પૂરા કરી શક્યો નથી. રાહુલ દ્રવિડ જેવો મહાન બેટસમેન પણ પોતાની આખી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી.

આ પણ વાંચો :-

Share This Article