Wednesday, Oct 29, 2025

સુરતના આઉટર રિંગ રોડ ખુલ્લો મુકાયાના છ દિવસમાં ઉબડખાબડ બનતા ભ્રષ્ટાચારના આક્ષેપ

2 Min Read
  • સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના છેવાડે રૂપિયા ૪૦૦ કરોડથી પણ વધુ ના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સુરતના આઉટર રિંગ રોડના હાલ બેહાલ બની ગયા છે.

મુખ્યમંત્રીના હસ્તે જાહેર જનતાની સુખાકારી માટે બનાવવામાં આવેલ આ આઉટર રિંગ રોડનું છ દિવસ અગાઉ જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ ટૂંકા ગાળામાં અને માત્ર સામાન્ય વરસાદમાં ઉબડખાબડ બની જતા ભ્રષ્ટાચારના આક્ષેઓ કરવામાં આવી રહ્યા છે.જ્યાં કોન્ટ્રાકટર અને પીએમસીને બ્લેકલીસ્ટ કરવાની માંગ આપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

સુરતના સરથાણાથી છેવાડા વિસ્તારમાં પાલિકા દ્વારા રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે આઉટર રિંગરોડ બનાવવામાં આવ્યો છે.આ આઉટર રિંગરોડને શરૂ થતાં માત્ર છ દિવસ જેટલો સમય થયો છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિગ રોડનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાની સુખાકારી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

જો કે માત્ર સામાન્ય વરસાદમાં આઉટર રિંગરોડનું ધોવાણ થઈ ગયું છે. જે આઉટર રિંગરોડમાં મસમોટા ખાડા પડી જતા આપ કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોર્પોરેટરે આ કામમાં કટકી અને કમિશનબાજી થઈ હોવાનો આરોપ મૂક્યો છે. એટલુ જ નહીં વિજિલન્સ તપાસ કરાવી કોન્ટ્રાકટર તેમજ પીએમસીને બ્લેકલીસ્ટ કરવાની માંગ પાલિકા કમીશ્નર પાસે કરી છે.

આ પણ વાંચો :-

 

Share This Article