Thursday, Oct 30, 2025

2000 Rupee Note નો લોકો ક્યાં ઉપયોગ કરી રહ્યા છે, સામે આવી એવી માહિતી કે તમે સાંભળીને ચોંકી જશો

2 Min Read

Where are people using 2000 rupee notes

  • 2000 Rupees Note Update : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 19 મેએ બે હજાર રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને આ નોટ ખાતામાં જમા કરવા કે બેન્કમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બે હજાર રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કર્યા બાદ લોકો પોતાની પાસે રહેલી આ મૂલ્ય વર્ગની નોટોનો ઉપયોગ મુખ્ય રીતે ઈંધણ, આભૂષણ અને કરિયાણાનો સામાન ખરીદવા માટે કરી રહ્યાં છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે.

ગંતવ્ય આધારિત સોશિયલ નેટવર્ક પબ્લિક એપ તરફથી અખિલ ભારતીય સ્તર પર કરવામાં આવેલા સર્વે અનુસાર 55 ટકા લોકોએ બેન્કમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની યોજના બનાવી રહ્યાં છે. જ્યારે 23 ટકા લોકો તેને ખર્ચ કરવા અને 22 ટકા લોકો તેને બેન્કમાં બદલાવવા માટે તૈયાર છે.

2000 ની નોટ પરત લેવાની થઈ હતી જાહેરાત :

આરબીઆઈએ 19 મેએ 2000 રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને આ નોટ પોતાના ખાતામાં જમા કરવા કે બેન્કમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

2 સપ્તાહમાં લગભગ અડધી નોટ આવી ગઈ પરત :

આરબીઆઈએ હાલમાં કહ્યું હતું કે લગભગ બે સપ્તાહમાં ચલણમાં હાજર 2 હજાર રૂપિયાની અડધી નોટ પરત આવી ચુકી છે. આ સર્વેમાં 22 રાજ્યના 1 લાખથી વધુ લોકોનો મત જાણવામાં આવ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું કે 2 હજાર રૂપિયાની નોટને લોકો પેટ્રોલ અને ડીઝલ, સોના અને આભૂષણ તથા ઘરમાં જરૂરીયાતનો સામાન ખરીદવા માટે ખર્ચ કરી રહ્યાં છે.

આ પણ વાંચો :-

Share This Article