HomeGujaratઆ મંદિરની ચાની પ્રસાદી લેવા દુર દુરથી આવે છે લોકો, દર્શન કરવાથી...

આ મંદિરની ચાની પ્રસાદી લેવા દુર દુરથી આવે છે લોકો, દર્શન કરવાથી દૂર થઈ છે આ બીમારી

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

People come from far

  • Harsiddhi Mata Temple : સામાન્ય રીતે મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રસાદી તરીકે સાકર, શ્રીફળ, મીઠાઈ કે ફળ મળે છે. પરંતુ આ મંદિરમાં માતાજીની પ્રસાદી તરીકે ચા આપવામાં આવે છે. આ મંદિરની ચાનો અનોખો મહિમા છે.

સૌરાષ્ટ્રની (Saurashtra) ધરતીને સંત અને સુરાની ધરતી કહેવાય છે. આ પવિત્ર ધરતી પર અનેક મંદિર અને પવિત્ર સ્થળ આવેલા છે. આ જગ્યાઓ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંના કેટલાક મંદિરો તેની અનોખી પરંપરાના કારણે પણ પ્રખ્યાત છે. આજે તમને આવા જ એક મંદિર વિશે જણાવીએ જે સૌરાષ્ટ્રમાં આવેલું છે.

આ મંદિર જામકંડોરણા (Jamkandorana) તાલુકાના જશાપર ગામે આવેલું છે. આ મંદિર હરસિદ્ધિ માતાજીનું છે. આ મંદિર સાથે એક અનોખી માન્યતા જોડાયેલી છે. સામાન્ય રીતે મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રસાદી તરીકે સાકર, શ્રીફળ, મીઠાઈ કે ફળ મળે છે. પરંતુ આ મંદિરમાં માતાજીની પ્રસાદી તરીકે ચા આપવામાં આવે છે. આ મંદિરની ચાનો અનોખો મહિમા છે.

આ મંદિર ખાતે દુર દુરથી લોકો દર્શન કરવા અને ચા પીવા આવે છે. લોકોનું માનવું છે કે માતાજીની પ્રસાદી ચા પીવાથી હરસ, ભગંદર, હાથ પગના દુખાવા જેવી બીમારી મટી જાય છે.

હરસિદ્ધિ માતાનું આ મંદિર વર્ષો જુનું છે. અહીં માતાજી હાજરા હજુર બીરાજે છે તેવું ભક્તોનું માનવું છે. આ મંદિર ખાતે લોકો માનતા પણ રાખે છે. લોકોનું કહેવું છે કે માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ખાતે શુક્રવારે અને રવિવારે દર્શન કરવાનો અનેરો મહિમા છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Gujarat Guardian કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Subscribe

Latest stories

spot_img