HomeGujaratખૂંખાર વાઘે યુવતી પર કર્યો હુમલો, નજર ચૂકવીને હાથ લઈ લીધો જડબામાં

ખૂંખાર વાઘે યુવતી પર કર્યો હુમલો, નજર ચૂકવીને હાથ લઈ લીધો જડબામાં

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

The hoofed tiger attacked the girl 

  • Tiger Viral Video : વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી વાઘની નજીક આવે છે અને તેના માથા પર હાથ ફેરવવા લાગે છે. જો કે વાઘ અલગ જ મૂડમાં જોવા મળી રહ્યો છે.

ઘણી વખત લોકો ભયાનક પ્રાણીઓને હળવાશથી લેવાનો પ્રયાસ કરે છે. તેઓ એવું પણ વિચારતા નથી કે માનવભક્ષી પ્રાણીઓ પર વિશ્વાસ કરવો પણ ખતરનાક સાબિત થઈ શકે છે. પ્રાણી ભલે તમને સારી રીતે ઓળખતું હોય તેમ છતાં તમારે તેમનાથી અંતર જાળવીને રાખવું જોઈએ. કારણ કે આવા કેટલા કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં પ્રાણીએ તેના માલિક પર હુમલો કર્યો હોય. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી વાઘની નજીક આવે છે અને વાઘના માથા પર હાથ ફેરવવા લાગે છે. જો કે વાઘને આ લાડ પસંદ નથી આવતા અને એ ઝપાક મારીને યુવતીનો હાથ પોતાના જડબામાં લઈ લે છે. આ હરકત જોઈ યુવતી પર ડરી જાય છે જો કે તે ડરવાને બદલે હિંમત બતાવે છે અને વાઘને પંપાળવા લાગે છે સાથે સાથે તે જડબામાંથી હાથ પણ છોડવતી જોવા મળે છે.

યુવતીએ ટાઈગરથી પોતાનો હાથ છોડાવવા માટે લાખો પ્રયત્નો કર્યા. પરંતુ તેમ છતાં ટાઈગર તેની પકડ ઢીલી કરતો નથી. ઘણી જહેમત બાદ છોકરી પોતાનો હાથ છોડાવવામાં સફળ થાય છે. પરંતુ પછી ટાઇગર જાંઘને પકડવાનો પ્રયાસ કરવા લાગે છે.

હાથ બાદ જાંઘ પકડવાનો કરે છે પ્રયાસ :

વીડિયોમાં યુવતી પોતાની જાંઘને ટાઈગરથી છોડાવવાનો પ્રયાસ કરે છે. પણ પછી ટાઈગર તેની કમર પર ઝપટે છે. યુવતી સતત ડરી રહી છે. તે સતત વાઘને શાંત કરવા માટે તેના માથા પર હાથ ફેરવી રહી છે. આ વીડિયો જોઈને તમે સમજી જ ગયા હશો કે વાઘ ગુસ્સામાં નહી પરંતુ પ્રેમ દર્શાવી રહ્યો છે જો કે આ ઉગ્ર પ્રેમ જોઇને યુવતી ડરી જાય છે તેમ છતાં હિંમત હાર્યા વિના તે સતત પ્રયાસ કરતી રહે છે.

યુઝર્સે ઘટનાને ખતરનાક ગણાવી :

જો કે આ વીડિયો જોયા બાદ યુઝર્સ હજુ પણ આશ્ચર્યમાં છે. કારણ કે વાઘ જેવા ભયાનક પ્રાણી પર વિશ્વાસ કરવો એટલો સરળ નથી. તેનો એક હુમલો પણ વ્યક્તિને મારવા માટે પૂરતો છે. કેટલાક યુઝર્સે ટાઈગર અને યુવતી વચ્ચેના પ્રેમભર્યા સંબંધોના વખાણ કર્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે યુવતીના આ પગલાને મૂર્ખ ગણાવ્યું છે અને કહ્યું છે કે તેણે માત્ર વીડિયો માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.

આ પણ વાંચો :-

 

 

Subscribe

Latest stories

spot_img