Saturday, Sep 13, 2025

બાબા બાગેશ્વરનો લાગ્યો દરબાર, લાલુની દીકરીએ જાહેરમાં પર્ચી લગાવી, જાણો શું માગ્યું રોહિણી આચાર્યેએ.

1 Min Read
Baba Bageshwar
  • લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય ખાસ સિંગાપોરથી આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી.

પટનામાં હનુમંત કથાનું (Hanumant Katha) જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી કથા શ્રવણ કરાવી રહ્યા છે. કથાના બીજા દિવસે નૌબતપુરના તારેત પાલી મઠ ખાતે સુંદરકાંડની કથા કરી રહ્યા છે. આવતીકાલે બાગેશ્વર બાબાનો (Bageshwar Baba) દરબાર યોજાશે.

આ અગાઉ RJDના લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya) ખાસ સિંગાપોરથી (Singapore) આવી બાગેશ્વર દરબારમાં ખુલ્લી પર્ચી મૂકી હતી. જેમાં બિહારની ભલાઈ અને નીતિશ કુમાર માટે કંઈક માંગ્યું છે.’

બિહાર માટે તેઓએ માંગ્યું કે..

રોહિણી આચાર્યએ બાગેશ્વર સરકાર પાસે મહત્વની માંગણી કરતા હાલ ચર્ચામાં આવી છે. મોટી વાત એ છે કે સ્લિપમાં રોહિણીએ પોતાના માટે કે લાલુ યાદવના પરિવાર માટે કંઈ માંગ્યું નથી. રોહિણી પોતા કે પોતાના પરિવાર માટે નહીં. પરંતુ આચાર્યએ બાબા પાસે નીતિશ કુમાર માટે વધુમાં પુરા બિહાર માટે તેમણે બાબા સમક્ષ ખોળો પાથર્યો હતો સાથે સાથે બિહારની ભલાઈ માટે તેમણે બાબાને વિનંતી કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article