Thursday, Oct 23, 2025

ઘરે બેઠા જાણો તમારા ઘરે આવતું દૂધ અસલી છે કે નકલી, 1 મિનિટમાં પડી જશે ખબર

4 Min Read

Know at home whether the milk

  • Fake and Real Milk Testing : આજના સમયમાં દૂધમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. દૂધમાં થતી કેટલીક વસ્તુઓની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવામાં આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ જેને ફોલો કરીને તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.

દૂધ (Milk) આપણા દૈનિક આહારનો મહત્વનો ભાગ છે. દરેક ઘરમાં દૂધનો વપરાશ થાય છે અને દિવસ દરમિયાન દૂધનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પરિવારના દરેક વ્યક્તિ દૂધનો (Milk) ઉપયોગ કરે છે. મોટાભાગે લોકો ગાય અથવા ભેંસનું દૂધ ખરીદતા હોય છે. પરંતુ આજના સમયમાં દૂધમાં ભેળસેળનું (Confusion) પ્રમાણ વધી રહ્યું છે.

દૂધમાં થતી કેટલીક વસ્તુઓની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવામાં આજે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીએ છીએ ને ફોલો કરીને તમે ઘરે બેઠા ગણતરીની મિનિટમાં જાણી શકશો કે તમારા ઘરે આવેલું દૂધ શુદ્ધ છે કે ભેળસેળ વાળું.

ભેળસેળવાળા દૂધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ વધી શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું જણાવવું છે કે આ પ્રકારનું દૂધ પીવાથી હાડકા નબળા પડે છે અને આંતરડા, લિવરને પણ નુકસાન થાય છે. તેવામાં જરૂરી છે કે તમે શુદ્ધ દૂધનો જ ઉપયોગ કરો. ઘરમાં આવતું દૂધ શુદ્ધ છે કે નહીં તે આ રીતે જાણી શકો છો.

સ્વાદ હોય છે કડવો :

નિષ્ણાંતોનું જણાવવું છે કે દૂધ શુદ્ધ છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ રસ્તો તેનો સ્વાદ છે. શુદ્ધ દૂધ સ્વાદમાં થોડું મીઠાશ વાળું હોય છે. જ્યારે દૂધમાં ડીટરજન્ટ સોડા જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે.

દૂધમાં થાય છે ફીણા :

દૂધમાં ભેળસેળ કરવા માટે ઘણા લોકો ડિટર્જન્ટનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારનું દૂધ ચેક કરવું હોય તો કાચની બોટલ અથવા તો ટ્યુબ લેવી. તેમાં 5 ml દૂધ ભરવું અને થોડીવાર માટે જોરથી હલાવવું. જો તેને હલાવવાથી તેમાં ફીણા થઈ જાય તો સમજી લેવું કે દૂધ શુદ્ધ નથી અને તેમાં ડિટર્જન્ટ મિક્સ કરેલું છે.

દૂધનો રંગ :

દૂધ શુદ્ધ છે કે નહીં તે તેના રંગ પરથી પણ જાણી શકાય છે. જો શુદ્ધ દૂધ હશે તો તેને તમે થોડીવાર માટે પણ સ્ટોર કરશો તો તેનો રંગ બદલશે નહીં તે સફેદ જ રહેશે પરંતુ ભેળસેળ વાળા દૂધનો રંગ પીળો થવા લાગશે.

દૂધમાં પાણીની ભેળસેળ :

દૂધમાં સૌથી વધુ પાણી ઉમેરવામાં આવે છે. તમારા ઘરે આવતા દૂધમાં કેટલા પ્રમાણમાં પાણી ઉમેરેલું છે તે જાણવું હોય તો સૌથી પહેલા દૂધના ચારથી પાંચ ટીપાં લાકડા અથવા તો પથ્થર ઉપર પાડો. જો દૂધ ઢોળાયા પછી સરળતાથી ઢળી જાય તો સમજી લેજો કે તેમાં પાણીનું પ્રમાણ વધારે છે. શુદ્ધ દૂધ ધીરે ધીરે નીચે પડે છે અને સફેદ નિશાન રહી જાય છે.

આ પણ વાંચો :-

Share This Article