Wednesday, Oct 29, 2025

ગુજરાતમાં વિદેશ જેવો પ્રોજેક્ટ, હવે અકસ્માત બાદ વાહનો ખીણમાં નીચે નહિ પડે

2 Min Read

A project like Videsh in Gujarat 

  • Roller crash barriers : ડાંગ જિલ્લાના વધઇ-સાપુતારા રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કારાયો. અકસ્માત નિવારણ માટે સંભવતઃ ગુજરાતનો પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ બેરીયર.

ડાંગ જિલ્લાના વધઈ-સાપુતારા (Vahai-Saputara) રાજ્યધોરી માર્ગ ઉપર પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ (Pilot project) શરૂ કારાયો છે. હવેથી રોલર ક્રશ બેરીયર (Roller Crush Barrier) ટેકનોલોજીથી માર્ગ અકસ્માતથી થતા માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે.

ગુજરાતના ઘાટી માર્ગમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમાં સંભવતઃ સૌ પ્રથમ પાઈલોટ પ્રોજેક્ટ ડાંગ (Dang) જિલ્લામા અમલી કરાયો છે. તેનુ સકારાત્મક પરિણામ પણ મળ્યું છે. આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઈ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે. આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રી તેમજ માર્ગ મકાન મંત્રીશ્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઈલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.

શું છે રોલર ક્રશ બેરીયર્સ?

રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006મા કોરીયામા નાંખવામા આવી હતી. ત્યારબાદ આજદિન સુધીમા કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલ છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઈવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.

આ પણ વાંચો :-

Share This Article