A temple
- Maharashtra Pune Wagheshwar Temple : પુણેમાં આવેલું વાઘેશ્વર મંદિર ભક્તો માટે ખુલી ગયું છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે વર્ષના 4 મહિના પાણીમાં ડૂબેલું રહે છે. આ મંદિર ઐતિહાસિક છે અને પવના ડેમની અંદર બનેલું છે. આ કારણે મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત 4 મહિના જ પાણીથી બહાર રહે છે.
મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) આવેલુ વાઘેશ્વર મંદિર (Wagheshwar Temple) ભક્તો માટે ખુલી ગયું છે. મોટી સંખ્યામાં ભક્ત ભગવાનના દર્શન કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે. આ મંદિર ખૂબ જ ઐતિહાસિક છે અને પવના ડેમની અંદર બનેલું છે.
આ કારણે મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે અને ફક્ત 4 મહિના જ પાણીમાંથી બહાર રહે છે. આ અનોખા મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખૂણે-ખૂણામાંથી લોકો આવી રહ્યા છે.
1965માં થયું હતું ડેમનું નિર્માણ :
જાણકારી અનુસાર પવના ડેમનું નિર્માણ વર્ષ 1965માં થયું હતું. વર્ષ 1971થી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રીતે આ ઐતિહાસિક મંદિર પાણીમાં ડૂબેલું છે. પવના ડેમના પરિસરમાં બનેલું આ મંદિર ઉનાળામાં ત્રણ-ચાર મહિના પાણી ઓછુ થયા બાદ જ દેખાય છે.
આ વર્ષે માર્ચના અંત સુધી આ મંદિર પાણીથી બહાર આવી ગયું. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ હેમાડપંથી શૈલીમાં લગભગ 700થી 800 વર્ષ પહેલા થયું હતું.
જુનું હોવાના કારણે મંદિરનો મોટાભાગનો ભાગ જર્જરીત :
સંશોધકોએ દાવો કર્યો છે કે મંદિરનું નિર્માણ 11થી 12મી સદીમાં થયું હોવું જોઈએ. કારણ કે મંદિર નિર્માણમાં પથ્થર આસપાસ જોડાયેલા હતા. તેના પર અમુક શિલાલેખ પણ મળ્યા છે.
મંદિરનું આખુ નિર્માણ પથ્થરથી કરવામાં આવ્યું છે. વર્તમાનમાં આ મંદિરનું ફક્ત ખોલ જ બચ્યો છે. મંદિર જુનુ હોવાના કારણે તેનો મોટાભાગનો ભાગ જર્જરીત થઈ ગયો છે. આસ-પાસની દિવાલોને નિશાન પણ છે.
છત્રપતિ શિવાજીએ પણ લીધી હતી વાઘેશ્વર મંદિરની મુલાકાત :
મંદિરનું શિખર નષ્ટ થઈ ગયું છે અને ફક્ત સભા ભવન બચ્યો છે. આ મંદિરને ચારે બાજુ તિરાડો થઈ ગઈ છે. કહેવાય છે કે કોંકણ સિંધુદુર્ગ અભિયાનને પુરૂ કર્યા બાદ છત્રપતિ શિવાજી મહારાજે વાઘેશ્વરના મંદિરની મુકાત લીધી.
આ મંદિરને જોવા માટે મહારાષ્ટ્રના ખુણે ખુણામાંથી ભક્તો આવે છે. આ ઐતિહાસિક મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવવું જોઈએ.
આ પણ વાંચો :-