Saturday, Sep 13, 2025

અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો ! રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજનો કાચ તૂટી ગયો

2 Min Read

The biggest threat to Ahmedabadi

  • રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ  કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે.

તાજેતરમાં જ અમદાવાદવાસીને (Ahmedabad) અટલ બ્રિજનું (Atal Bridge) એક નવા નજરાણાની ભેટ મળી હતી. પરંતુ હાલ એક માઠા સમાચાર મળી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર બનાવવામાં આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા મહિનાઓ પહેલા જ મોરબી પુલ દુર્ઘટના (Morbi bridge disaster) બની હતી. જેના કારણે લોકો હવે સાવધાની વર્તી રહ્યા છે.

98

રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે.

હાલ આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનિય બનવા ન બને તેના માટે તંત્ર એ બેરિકેટ લગાવી દીધા છે અને શહેરીજનો અને બહારથી આવતા લોકોને આ જગ્યાથી દૂર રહેવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે હાલ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article