- Trending Video : વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના લાભાર્થે ડાયરો યોજાયો હતો… જેમાં અઢળક રૂપિયાનો વરસાદ થયો હતો.
વલસાડમાં (Valsad) જૂજવા ગામે યોજાયો ગૌધામના લાભાર્થે ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં લોકકલાકાર કિર્તીદાન ગઢવીએ (Kirtidan gadhvi) જમાવટ કરી હતી. જેમાં લખલૂટ રૂપિયાનો વરસાદ થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ રૂપિયાનો વરસાદ કરતા આખું સ્ટેજ રૂપિયાથી ભરાઈ ગયું હતું. તો વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના (Non-Resident Cows) લાભાર્થે આ ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જે સફળ રહ્યો હતો.
ગુજરાતમાં ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવુ બને જ નહિ. ત્યારે હાલ ગુજરાતમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયેલા રૂપિયાનો વરસાદનો વીડિયો વાયરલ થયો છે. વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના લાભાર્થે ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રૂપિયા વરસાવ્યા હતા. તો સાથે જ વલસાડના કિન્નર સમાજે પણ દાન આપવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. કિન્નર સમાજના લોકોએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો હતો.
ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે સ્ટેજ પર જાણે નોટોની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી, તેમ તેમ રૂપિયાનો વરસાદ વધતો ગયો હતો. હાર્મોનિયમ સાથે વાગતા ભજનોને લઈ અને યુવાનો 10, 20, 50 અને સો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો.
આ દ્રશ્ય એટલુ અદભૂત હતુ કે ત્યા હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. યુવાનો દ્વારા ઉડાવવામાં આવતી આ રૂપિયાની નોટોના વરસાદને લઈ અને થોડી જ વારમાં સ્ટેજ નોટોથી ઢંકાઈ ગયું હતું.
આ પણ વાંચો :-
- ચીકીની પ્રસાદી ખરેખર કોના ખિસ્સામાં જઈ રહી છે, ઋષિકેશે ફેરવી તોળ્યું તો નીતિન પટેલની એન્ટ્રી
- Akshaya Tritiya 2023 : આ અખાત્રીજે ‘વણજોયું મુહૂર્ત’ છતાં પણ લગ્ન નહીં થાય ! ખાસ જાણો કારણ