Friday, Oct 24, 2025

VIDEO: મહિલા સાંસદે સંસદમાં જ આપી ગાળ, હોબાળો થતાં કહ્યું- જે જેવું હોય એને એવું જ કહું ને

2 Min Read

VIDEO: The woman MP gave insults in the parliament

  • TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, ‘સફરજનને સફરજન જ કહીશને, સંતરો નહીં’

TMC સાંસદ મહુઆ મોઈત્રાએ (Mahua Moitra) લોકસભામાં મંગળવારે ભાજપનાં સાંસદો માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો જેના પર ભાજપનાં સાંસદોએ નારાજગી દર્શાવી હતી અને માફીની માંગ કરી હતી પરંતુ મોઈત્રા પોતાના નિવેદન પર અડગ છે.

સફરજનને સફરજન કહીશ, સંતરો નહીં- મોઈત્રા

TMC સાંસદે બુધવારે કહ્યું કે ‘ મને નથી ખબર કે મારાથી ક્યાં પ્રકારનાં ભાષણની કલ્પના કરવામાં આવી રહી છે. મેં સદનમાં જે પણ કહ્યું તે ઓન રેકોર્ડ નથી કહ્યું. હવે અમને ભાજપ પાર્ટી શીખવાડશે કે સંસદીય શિષ્ટાચાર શું છે અને શું નહીં. હું સફરજનને સફરજન કહીશ અને સંતરો નહીં. જો તેઓ મને વિશેષાધિકાર સમિતી પાસે લઈ જશે તો હું પોતાનો પક્ષ રાખીશ.’

https://twitter.com/AHindinews/status/1623199805534257152?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1623199805534257152%7Ctwgr%5Ebb01da47b49714c2102df7f4715d99d57445b536%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fvideo-mahua-moitra-loksabha-speech-controversy

BJPએ દર્શાવી નારાજગી :

મોઈત્રાએ ગઈકાલે એટલે કે મંગળવારે લોકસભામાં BJP પર પ્રહારો કરતાં અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આપત્તિ દર્શાવી હતી. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે હું તેમને માફી માગવા માટે કહીશ, જો તેઓ આવું નથી કરતાં તો આ તેમની સંસ્કૃતિ છે.

‘…પોતાના પર કંટ્રોલ રાખવો જોઈએ’ – હેમા માલિની

બીજી તરફ મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું કે સદનમાં આવું ન થવું જોઈએ, જે પણ આદરણીય લોકો અહીં આવે છે તેમણે પોતાના પર કંટ્રોલ રાખવો જોઈએ, આટલું ભાવુક થવાની કોઈ જરૂરિયાત નથી, કેટલાક લોકો ઘણાં વધારે ભડકી જાય છે.

સ્પીકરે પણ આપ્યાં હતાં આદેશ  :

મંગળવારે TMCની સાંસદ મહુઆ મોઈત્રાએ અદાણી સમૂહને લગતાં મુદાઓને લઈને લોકસભામાં પ્રહારો કર્યાં હતાં. તૃણમૂલ કોંગ્રેસની આ સાંસદ સદનમાં 2 બર્થડે કેપ પણ લઈને આવી હતી. રાષ્ટ્રપતિએ તેમને આ ટોપીઓ પહેરવાની ના પણ પાડી હતી અને તેમને આ ટેબલથી હટાવવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article