Saturday, Sep 13, 2025

 હવે તો મફતમાં તો પાણી પણ નહીં મળે ! ઘરે ઘરે લાગશે મીટર, પાટનગરમાં નંખાઇ રહી છે પાઈપલાઇન

2 Min Read

Now even water will not be available

  • જૂની પાણીની લાઇન જર્જરિત થઈ જતાં હવે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ, નવી પાણીની પાઇપલાઇન નાખવાની સાથે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવામાં આવશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) હવે આગામી દિવસોએ પાણી માટે પણ પૈસા આપવા પડે તેવી કવાયત હાથ ધરાઈ છે. વિગતો મુજબ શહેરમાં જૂની પાણીની લાઇન (Old water line) જર્જરિત થઈ જતાં હવે નવી પાઈપલાઇન નાખવામાં આવી રહી છે.  જોકે નવી પાણીની પાઈપલાઇન (Pipeline) નાખવાની સાથે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવાના હોવાથી હવે પાણી માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

વર્ષો જૂની પાઈપલાઇન જર્જરિત :

વિગતો મુજબ ગાંધીનગર શહેરની રચના સમયે નાખવામાં આવેલી પાણીની લાઇન હવે જર્જરિત થઈ ગઈ છે. જેને લઈ હવે તંત્ર દ્વારા હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવી પાણીની પાઈપલાઇન નાખવામાં આવી રહી છે. જોકે આ પાઇપલાઇનના કામ પૂર્ણ થતાંની સાથે જ ઘેર-ઘેર પાણીના મીટર પણ મૂકવામાં આવશે. જેને લઈ આગામી દિવસોએ પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે.

મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ બિઝનેસમેનના ઠેકાણા પર ITની રેડ : 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું સહિત કુલ 390 કરોડની સંપત્તિ જપ્ત

2023 સુધીમાં નવી પાણીની લાઇન નંખાઇ જશે: :

ગાંધીનગરમાં હવે જર્જરિત પાઈપલાઇનની જગ્યાએ નવી પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે સંભવિત જુલાઇ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદમાં હવે શહેરના દરેક ઘરોમાં પાણી માટેના મીટર લાગી જશે. જેને લઈ હવે પાણીના વપરાશ પ્રમાણે રૂપિયા ચૂકવવા પડશે.

ગાંધીનગરના સ્થાપના ટાણે મૂકાયા હતા મીટર :

ગાંધીનગર શહેરની સ્થાપના વખતે પણ પાણીના મીટર મુકાયા હતા. જોકે જર્જરિત પાઇપલાઇનનું કામ પૂર્ણ થાય બાદ ફરી એ જ યોજના લાગુ કરવામાં આવશે. જેથી નવી પાઇપલાઇન સાથે દરેક ઘરોમાં પાણીના મીટર લાગશે. જેને લઈ હવે જેટલો પાણીનો વપરાશ થશે તેટલા રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચો :-

 

 

Share This Article