પાકિસ્તાનમાં ફિદાઈન હુમલામાં ૬ ચીની એન્જિનિયરોના મોત

Share this story

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં ૬ ચીની નાગરિકોના મોત થયાના સમાચાર છે. સ્થાનિય પોલીસના એક વરિષ્ઠ અધિકારી મોહમ્મદ અલી ગંડાપુરે કહ્યું કે ‘૬ ચીની નાગરિકો અને એક સ્થાનિક ડ્રાઈવર પણ આતંકવાદી હુમલામાં માર્યા ગયા.’ અત્યાર સુધી ચીનીઓ વ્યવસાયે એન્જિનિયર હતા અને પાકિસ્તાનમાં ચાલી રહેલા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા હતા. એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલું વાહન ચીની એન્જિનિયરોના કાફલામાં ઘુસાડી એક વાહનને ટક્કર મારી હતી. આ ઘટનામાં મૃતકોની સંખ્યા પણ વધી શકે છે.

પાકિસ્તાનમાં ફરી એકવાર ચીનના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને આવેલા હુમલાખોરોએ ચીનના નાગરિકોના વાહનને ટક્કર મારી હતી. આ હુમલામાં છ લોકોના મોત થયા હતા, જેમાંથી પાંચ નાગરિક ચીનના હતા. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે ચીનના નાગરિકો ગ્વાદરમાં દાસુ હાઈડ્રો પાવર પ્લાન્ટ જઈ રહ્યા હતા. આ હુમલા પછી ચીને નારાજગી વ્યક્ત કરી ત્યારે પાકિસ્તાન સરકાર ચોંકી ઉઠી હતી. હુમલા બાદ ગૃહમંત્રી મોહસિન નકવી તાત્કાલિક ચીનના દૂતાવાસ પહોંચ્યા અને રાજદૂત જિયાંગ ઝેડોંગ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ હુમલાની નિંદા કરી કરી હતી, તેમણે સખત શબ્દોમાં વખોડતા કહ્યું હતું કે, પાકિસ્તાન ચીન મિત્રતાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે.

મોહમ્મદ અલી ગાંડાપુરે વધુમાં જણાવ્યું કે, આ હુમલામાં પાંચ ચીની નાગરિકો અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા હતા. દાસુમાં મોટો ડેમ છે અને આ વિસ્તારમાં પહેલા પણ આવા હુમલા થયા છે. આ પહેલા વર્ષ ૨૦૨૧માં એક બસમાં થયેલા વિસ્ફોટમાં 9 ચીની નાગરિકો સહિત ૧૩ લોકોના મૃત્યુ થયા હતા.

બલૂચિસ્તાનના લોકો આઝાદીના સમયથી પોતાને પાકિસ્તાનનો હિસ્સો નથી માનતા. આ જ કારણે બલૂચિસ્તાનમાં રહેતા લોકોની સાથે સતત અલગ વ્યવહાર કરવામાં આવે છે. એટલે તેમનો ગુસ્સો સતત વધી રહ્યો છે. બલૂચ લિબરેશન આર્મી પહેલીવાર વર્ષ ૧૯૭૦ માં અમલમાં આવી હતી, ત્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પર શાસન કરી રહ્યા હતા. તે પછી આ વિરોધ સતત વધતો ગયો. જો કે, બલૂચ લિબરેશન આર્મીનો પાયો નાખવા પાછળ ઝુલ્ફીકારની સભામાં થયેલા હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ હોવાનું માનવામાં આવે છે, જેમાં મજીદ લેંગો નામના યુવકનું મોત થયું હતું.

આ પણ વાંચો :-