Saturday, Dec 13, 2025

મુંબઈમાં 53 લોકો કોરોના પોઝીટિવ, આરોગ્ય તંત્ર એલર્ટ

2 Min Read

મુંબઈમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 53 થી વધુ કેસ નોંધાયા છે, જો કે હજુ સુધી કોઈ મૃત્યુ નોંધાયા નથી. હોસ્પિટલો એલર્ટ મોડ પર છે અને કોવિડ દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. ગઈકાલે કોવિડ સંક્રમિત બે દર્દીઓના મોત થયા હતા, જો કે બંને દર્દીઓની હાલત પહેલાથી જ ગંભીર હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું. આ દર્દીઓને મુંબઈની KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ખાસ બેડ અને સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે સતત દેખરેખ રાખી રહ્યું છે. જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. જોકે મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

ભારતમાં 19 મે સુધી કોવિડ 19 વાયરસ સંક્રમણના 257 કેસ નોંધાયા છે. જેમા 12 મે પછી કેરળમાં સૌથી વધુ નવા 69 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 44 કેસ અને તમિલનાડુમાં 34 કેસ આવ્યા છે. નવા કેસ ધરાવતા અન્ય રાજ્યોમાં કર્ણાટકમાં 8, ગુજરાત 6, દિલ્હી 3 અને હરિયાણા, રાજસ્થાન અને સિક્કિમમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Share This Article