Wednesday, Nov 5, 2025

૫ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ ફરી મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં વધારો

2 Min Read

દેશના ૫ રાજ્યોમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે પરિણામની જ રાહ જોવાઈ રહી છે ત્યારે આજથી LPG સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે. આ વધારો ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેની કિંમતમાં ૨૧ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

આજથી તમારે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ૧૭૯૬.૫૦ રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર ૧૭૭૫.૫૦ રૂપિયા હતી. જ્યારે બીજી બાજુ રાહતના સમાચાર એ છે કે સબસિડીવાળા ૧૪.૨ કિગ્રા ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે ૧ નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. LPGના ભાવ ૧૯ કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર વધ્યા હતા.

૧ ઓક્ટોબરે એલપીજીના ભાવ ૧૭૩૧.૫૦ રૂપિયા હતા જ્યારે ૧ નવેમ્બરે તેના રેટ ૧૦૧.૫૦ રૂપિયા મોંઘો થયો હતો અને આ ૧૮૩૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો હતો. ત્યાર બાદ ૧૬ નવેમ્બરે કોમર્શિયલ ગેસના ભાવ ઓછા થયા હતા અને આ ૫૭.૦૫ રૂપિયા સસ્તો થઈને ૧૭૭૫.૫૦ રૂપિયા પર આવી ગયો હતો.

આ પણ વાંચો :-

Share This Article