પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. તેમજ આ મામલે કેટલાક પાંચ જેટલા આરોપીઓને પકડી પાડવામા આવ્યા હતા. જોકે આ મામલે હવે રાજ્ય સરકાર સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કીટ હાઉસ ખાતે CBIના પાંચથી વધારે અધીકારીઓ આવી પહોંચ્યા છે અને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે. આ સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે.
આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં તો કેસ CBIને હેન્ડઓવર કરવાની કામગીરી ચાલી રહી છે. હવે કેસ CBIના હાથમાં છે અને તેમને જે મદદની જરૂર પડશે તે અમે કરી રહ્યા છીએ. CBI દ્વારા તપાસનો ધમધમાટ સમગ્ર ભારત દેશમા ચકચાર જગાવનાર NEET UG -૨૦૨૪ની તારીખ ૫ મે, ૨૦૨૪ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ ૮ મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી છે.
આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તે માટે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે CBIની ટીમ આવી પહોંચી હતી. સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં. આ તપાસમાં મોટા ખુલાસો થવાની શક્યતા છે.
નીટ પેપર લીક કેસમાં દેશભરમાં ભભૂકેલા આક્રોશ પછી કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે પહેલી એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ ૮ મે, ૨૦૨૪ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. આમ રાજ્ય સરકારે લાંબા સમય બાદ સીબીઆઈને કોઈ કેસની તપાસ સોંપી હોય એવું બન્યું છે. આ તપાસને લઈ હવે સીબીઈની ટીમ ગુજરાત દોડી આવી છે.
આ પણ વાંચો :-