Thursday, Oct 23, 2025

મેરઠમાં 3 છોકરીઓ સહિત એક જ પરિવારના 5 લોકોની હત્યા

2 Min Read

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જ પરિવારના 5 સભ્યોની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. મૃતકોમાં મોઈન, તેની પત્ની આસ્મા અને ત્રણ માસૂમ પુત્રીઓ અફસા (8), અઝીઝા (4) અને અદીબા (1)નો સમાવેશ થાય છે. મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુહેલ ગાર્ડર કૉલોનીમાં એક નાના મકાનમાં કડિયાકામ કરતો મોઈન ભાડે રહેતો હતો. આ ઘરમાંથી 5 મૃતદેહ મળી આવ્યા છે. આ હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પરિવારના 5 સભ્યોની ક્રૂર હત્યા કોણે કરી તે જાણવા માટે પોલીસ મૃતક પરિવારના પરિચિતો અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. મૃતક મોઇને 3 લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું બીમારીને કારણે અવસાન થયું હતું. તો, તે તેની બીજી પત્ની સાથે દરરોજ ઝઘડો થતો હતો. જ્યારે વિવાદ વધુ વધ્યો, ત્યારે બંનેએ છૂટાછેડા લઇ લીધા. તેની ત્રીજી પત્નીથી તેમને 3 પુત્રીઓ હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મોઈન કડિયાકામનું કામ કરતો હતો. પોલીસને એક વર્ષની બાળકીનો મૃતદેહ કોથળામાંથી મળ્યો છે. બુધવાર સાંજથી કોઈએ પરિવારને જોયો ન હતો. ગુરુવારે તેમના મૃતદેહ ઘરની અંદરથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમોએ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે આ કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

જોકે, પોલીસે હજુ સુધી હત્યાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. થોડા સમય પહેલા બનારસમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસ હજુ પણ વણઉકેલાયેલ છે. હવે મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસ હત્યા કોણે કરી તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. કેસ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article