ગુજરાતમાં વાહનોની સંખ્યા હવે 2.68 કરોડને પાર પહોંચી ગઈ છે. પરંતુ એમાંથી 46.57 લાખથી વધુ એટલે કે 17.24% જેટલા વાહનો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ (HSRP) વગર જ રસ્તા પર દોડે છે. દેશભરમાં જોવામાં આવે તો વાહનોની સંખ્યાના મામલે ગુજરાત પાંચમા ક્રમે છે. ઉત્તર પ્રદેશ 5 કરોડથી વધુ વાહનો સાથે ટોચ પર છે. જ્યારે અન્ય મોટા રાજ્યોમાં HSRP પ્લેટ લગાડવામાં પણ Gujarat પાછળ છે.આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સુરક્ષા અને કાયદાના પાલનમાં હજુ ઘણું કામ બાકી છે. હવે જોવાનું રહ્યું કે સરકાર અને વાહન માલિકો આ બાબતમાં કેટલા ગંભીર બને છે.
તાજેતરમાં જ આવેલા રિપોર્ટ મુજબ:માત્ર અમદાવાદમાં જ 3 લાખથી વધુ વાહનો HSRP વગર છે.રાજકોટ, સુરત અને વડોદરા સાથે મળીને 4 લાખ જેટલા વાહનો HSRP વિના છે.નવો વાહન શોરૂમમાંથી નીકળે ત્યારે પણ અંદાજે 10% વાહનોમાં HSRP લગાડાતું નથી.હાલના સમયમાં ગુજરાત HSRP લગાવવામાં પાછળ રહી ગયું છે, જ્યારે અન્ય રાજ્યોમાં આ અમલ ઝડપી થઈ રહ્યો છે.સરકાર હવે HSRP વગરના વાહનો પર કડક દંડની કાર્યવાહી શરૂ કરી શકે છે. એટલે જો તમારું વાહન હજી પણ HSRP વગરનું છે તો તરત જ hsrpgujarat.com પર બુકિંગ કરો.